'પુષ્પા' ને જોવા મચી નાસભાગ, ભીડમાં એક મહિલા કચડાઈ, 9 વર્ષનો દીકરો થયો બેભાન
Pushpa 2 Release: ટોલિવૂડ આઈકોન સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા-2' સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે.આ ફિલ્મને લઈને સિનેમાઘરોની બહાર ઉત્સવ જેવો માહોલ છે. પરંતુ ખુશી અને ઉત્સાહની વચ્ચે એક માઠા સમાચાર પણ મળ્યા છે. અલ્લુ પ્રત્યે જુસ્સો દર્શાવવો ઘણાં લોકોને મોંઘો પડ્યો છે. આ દરમિયાન એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે.
'પુષ્પા-2'ની સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગ
બુધવારે (ચોથી ડિસેમ્બર) રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં અલ્લુની ફિલ્મ 'પુષ્પા-2'નો પ્રીમિયર શો યોજાયો હતો. ચાહકો જ્યારે સાંભળ્યું કે અલ્લુ અર્જુન સ્ક્રીનિંગમાં હાજરી આપવાના છે ત્યારે ચાહકો મનપસંદ અભિનેતાને જોવા માટે એટલા ઊમટી પડ્યા હતા. આ દરમિયાન ત્યાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોતનું મૃત્યુ નિપજ્યું હતું. દિલસુખનગરમાં રહેતી 39 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકો 9 વર્ષીય શ્રી તેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા આવી હતી. અલ્લુ અર્જુન ત્યાં આવતાની સાથે જ અભિનેતાને જોવા ચાહકોમાં નાસભાગ મચી હતી.
ચાહકો સિનેમાઘરના દરવાજાની અંદર જવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા. આ નાસભાગમાં રેવતી અને તેનો પુત્ર બેભાન થઈ ગયા હતા. 9 વર્ષના શ્રી તેજ બેકાબૂ ભીડમાં દટાઈ ગયા. પોલીસ તાત્કાલિક માતા-પુત્રને વિદ્યાનગરની દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યાં રેવતીને મૃત જાહેર કરવામાં આવી હતી. તેમના પુત્રની હાલત હજુ પણ નાજુક છે.
અલ્લુ અર્જુનની સુરક્ષા વધારાઈ
અભિનેતા અલ્લુ અર્જુન પણ સિનેમાઘરની અંદર હોવાથી, પોલીસે કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે વધારાના દળો તહેનાત કરીને સુરક્ષા વધારી દીધી હતી. આ દુર્ઘટનાને લઈને અભિનેતા અલ્લુ અર્જુને જણાવ્યું હતું કે, 'હું મારા તેના ચાહકોને ખૂબ પ્રેમ કરૂ છે.