'પુષ્પા-2' હવે 'દંગલ'નો રેકોર્ડ તોડવાની નજીક, સૌથી વધુ કમાણી મામલે જાણો કેટલું રહ્યું અંતર
Pushpa 2 Worldwide Collection: તેલુગુ ફિલ્મ 'પુષ્પા 2' ગત મહિને આ જ દિવસે એટલે કે 5મી ડિસેમ્બરે મોટા પડદા પર રિલીઝ થઈ હતી. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર આ ફિલ્મ વિશ્વભરમાં કમાણીના મામલે નંબર વન પર છે અને રિલીઝના એક મહિના બાદ પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.
5માં શનિવારે ફરી એક વખત પુષ્પા - ધ રૂલના કલેક્શનમાં ઝડપી વધારો જોવા મળ્યો હતો. જેના કારણે ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ દંગલ માટે ખતરાની ઘંટડી વાગી છે. ચાલો તમને જણાવી દઈએ કે, પુષ્પા 2 એ તેની રિલીઝના 31માં દિવસે વિશ્વભરમાં કેટલા કરોડની કમાણી કરી લીધી છે.
'પુષ્પા 2'નો વર્લ્ડવાઈટ કલેક્શન રિપોર્ટ
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે, જો કોઈ ફિલ્મ રિલીઝનો એક મહિનો પૂરો કરે છે તો તેના કલેક્શનમાં ઘટાડો થવા લાગે છે. પરંતુ અલ્લુ અર્જુનની પુષ્પા 2 ના કિસ્સામાં હાલમાં એવું કંઈ પણ થતું નજર નથી આવી રહ્યું અને વીકેન્ડ પર ફરી એક વખત પુષ્પા 2 એ મોટું કલેક્શન કર્યું છે. સાઉથ ફિલ્મોના ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને 31મા દિવસે પુષ્પા 2ના વર્લ્ડવાઈડ કલેક્શનની તાજેતરની જાણકારી આપી છે.
તેમના જણાવ્યા પ્રમાણે 5મા શનિવારે આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 8.22 કરોડનું કલેક્શન કર્યું છે, જે આગલા દિવસ શુક્રવારની તુલનામાં લગભગ બમણું છે. આમ પુષ્પા 2ની ગ્લોબલી કમાણીમાં નોંધપાત્ર વધારો થયો છે. જો 31મા દિવસના કલેક્શનને સામેલ કરવામાં આવે તો અત્યાર સુધીમાં આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 1812 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ પણ વાંચો: સમય પર અપડેટ આપો: ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાયરસ મુદ્દે ભારતની WHO સમક્ષ માગણી
આ જ કારણ છે કે, પુષ્પા-ધ રૂલના વખાણ થઈ રહ્યા છે. સૌથી વધુ કમાણી કરનારી ભારતીય સિનેમાની નંબર 2 ફિલ્મ બન્યા બાદ હવે પુષ્પા 2ની નજર બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ દંગલ પર છે.
દંગલના રેકોર્ડ પર પુષ્પા 2 ની નજર
લગભગ 8 વર્ષ પહેલા રિલીઝ થયેલી આમિરની ફિલ્મ દંગલ એ હિન્દી સિનેમામાં સફળતાનો અનોખો અધ્યાય લખ્યો હતો. બોક્સ ઓફિસ ઉપરાંત દંગલને વિશ્વભરમાં કમાણીના મામલે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને ફિલ્મ રૂ. 2000 કરોડથી વધુનું કલેક્શન કરવામાં સફળ રહી હતી.
આવી સ્થિતિમાં હવે પુષ્પા 2 પૂરો પ્રયાસ કરશે તેનું લાઈફટાઈમ વર્લ્ડવાઈડ કલેક્શન દંગલને વટાવી જાય. પરંતુ તે એટલું સરળ નથી.