અલ્લુ અર્જુનની મુશ્કેલી વધશે, પુષ્પા-2ની સ્ક્રિનિંગ વખતે નાસભાગમાં ઘાયલ બાળકની હાલત પણ ગંભીર
Allu Arjun Pushpa-2: પુષ્પા-2 સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે બીજી બાજુ ગત અઠવાડિયે જેલની હવા ખાઈને જામીન પર બહાર આવેલા અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2ના પ્રીમિયર શો પહેલાં થયેલી ભાગદોડમાં ઘાયલ આઠ વર્ષના બાળકની તબિયત સુધરવાને બદલે ગંભીર થઈ રહી છે. ઈજાગ્રસ્ત બાળકને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યું છે. હૈદરાબાદના KIMS કડલ્સ હૉસ્પિટલ દ્વારા મંગળવારે રજૂ કરવામાં આવેલાં એક સ્વાસ્થ્ય બુલેટિન અનુસાર, તેજ નામના બાળકની ન્યુરોલૉજિકલ સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો. હાલ, તેને આઇસીયુમાં રાખવામાં આવ્યો છે.
વેન્ટિલેશન પર છે તેજ
તબીબો અનુસાર, આ બાળક મેકેનિકલ વેન્ટિલેશન પર છે. તેમાં ઑક્સિજન અને દબાણનો ઓછો સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. આ સિવાય, તેના વેન્ટિલેટરનો સપોર્ટ દૂર કરવા માટે ટ્રેકિયોસ્ટૉમીની પ્રક્રિયા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે, આ પ્રક્રિયા દ્વારા શ્વસન નળીમાં એક પાઇપ લગાવવામાં આવશે. હૉસ્પિટલે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, 'તેનો તાવ ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે અને ન્યૂનતમ ઇનોટ્રૉપ્સ પર તેના જીવન રક્ષક પેરામીટર પર સ્થિર છે. હાલ તે બરાબર આહાર લઈ રહ્યો છે.'
આ પણ વાંચોઃ અલ્લુ અર્જુન ફરી જેલમાં જશે? પોલીસના આ લેટરના કારણે વધી શકે છે મુશ્કેલી
શ્વાસ લેવામાં તકલીફ
હૉસ્પિટલના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, તેજને 4 ડિસેમ્બરે ઓછા ઑક્સિજન અને શ્વાસ લેવામાં થઈ રહેલી મુશ્કેલીઓ સાથે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. 10 ડિસેમ્બરે ઑક્સિજન સપોર્ટ હટાવી લેવામાં આવ્યો હતો, પરંતુ 12 ડિસેમ્બરે શ્વાસની કમીના કારણે તેને ફરીથી ઇન્ટ્યુટેડ કરવામાં આવ્યો.
આ દરમિયાન હૈદરાબાદ સિટી પોલીસ કમિશનર C.V આનંદે હૉસ્પિટલની મુલાકાત લીધા બાદ કહ્યું કે, તેજને શ્વાસ ન મળવાના કારણે તેનું મસ્તિક મૃત થઈ ગયું હતું. જેના કારણે તેને સ્વસ્થ થવામાં લાંબો સમય લાગશે.
આ પણ વાંચોઃ 'પુષ્પા 2'ની મોટી છલાંગ, RRR અને KGF 2ને પછાડી, ત્રીજી સૌથી મોટી ભારતીય ફિલ્મ બની
સંધ્યા થિયેટરમાં થઈ નાસભાગ
4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં પુષ્પા-2ના પ્રીમિયર શો દરમિયાન નાસભાગ મચી હતી, જેમાં એક્ટર અલ્લુ અર્જુન પણ હાજર હતો. ભીડ એક્ટરને જોવા થિયેટર પહોંચી, જેમાં ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ. આ દરમિયાન 35 વર્ષીય મહિલા મોગુડમપલ્લી રેવતીની મોત થઈ અને તેનો 8 વર્ષનો તેજ નામનો દીકરો ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે તેને CPR આપી હૉસ્પિટલમાં દાખલ કર્યો, જે હજુ પણ સારવાર હેઠળ છે.
ગત અઠવાડિયે અલ્લુ અર્જુનની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેલંગાણા હાઇકોર્ટે તેને વચગાળાની જામીન આપ્યા હતા. ત્યારબાદ તેને એક જ દિવસમાં જેલમાંથી છોડી દેવામાં આવ્યો. પોલીસે થિયેટર પ્રબંધક, અલ્લુ અર્જુન અને તેની ટીમ સામે ઇરાદાપૂર્વક હત્યાના આરોપમાં ગુનો દાખલ કર્યો છે.