Get The App

બે દિવસમાં જ 'પુષ્પા 2' ની કમાણી 400 કરોડને પાર, 'વાઈલ્ડ ફાયર'ને રોકવી મુશ્કેલ!

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
બે દિવસમાં જ 'પુષ્પા 2' ની કમાણી 400 કરોડને પાર, 'વાઈલ્ડ ફાયર'ને રોકવી મુશ્કેલ! 1 - image


Image: Facebook

Pushpa 2 Box Office Collection: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 રિલીઝની સાથે જ થિયેટર્સમાં એવી ધમાલ મચાવી રહી છે. ફિલ્મ રિલીઝને હજુ 2 દિવસ થયા છે અને આ બે દિવસમાં જ ફિલ્મે એટલા રૂપિયા કમાઈ લીધા છે જેટલી તો ઘણી મોટી ફિલ્મો લાઈફટાઈમ કમાણી કરી શકતી નથી. ફિલ્મ ભારતમાં તો સારું કલેક્શન કરી રહી છે સાથે જ આ ફિલ્મ વિદેશોમાં પણ મહેફિલ લૂંટતી નજર આવી રહી છે. ફિલ્મની કમાણીના બે દિવસના આંકડા આવી ગયા છે અને આ બે દિવસોમાં જ ફિલ્મે 400 કરોડથી વધુ કમાઈ લીધા છે. જો ફિલ્મ આ રીતે કમાણી કરશે તો બાહુબલી અને RRRના તમામ રેકોર્ડ તોડી દેશે.

2 દિવસમાં પુષ્પાએ કેટલા કમાયા?

પુષ્પા 2 ફિલ્મે વિશ્વભરમાં પહેલા દિવસની કમાણીનો સારો રેકોર્ડ તોડી દીધો, ફિલ્મે બાહુબલી અને આરઆરઆરના મોટા રેકોર્ડને ચકનાચૂર કરી દીધા અને ઓપનિંગ ડે બોક્સ ઓફિસ કલેક્શનનો નવો રેકોર્ડ બનાવી દીધો. ફિલ્મે પહેલા દિવસે વિશ્વભરમાં 275.20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું અને ઈતિહાસ રચી દીધો. તે બાદ રિપોર્ટ્સ અનુસાર બીજા દિવસે પણ ફિલ્મે આ લયને વિશ્વભરમાં જાળવી રાખ્યો છે. ફિલ્મનું બે દિવસનું વર્લ્ડવાઈડ કલેક્શન 400 કરોડ રૂપિયાથી વધુનું થઈ ગયું છે.

આ પણ વાંચો: રશ્મિકા બોયફ્રેન્ડ વિજયની માતા તથા ભાઈ સાથે પુષ્પા ટૂ જોવા પહોંચી

ભારતમાં પણ મચી ધમાલ

ભારતમાં પણ આ ફિલ્મનો અલગ જ જલવો નજર આવી રહ્યો છે. ફિલ્મે ભારતમાં બે દિવસમાં 265.50 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. ફિલ્મને ભારતમાં ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ વખતે તો ફિલ્મને સાઉથથી પણ વધુ હિન્દીમાં પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 164.20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજી તરફ ફિલ્મે બીજા દિવસે 90 કરોડ રૂપિયા કમાણી કરી છે. પહેલા દિવસની સરખામણીએ બીજા દિવસનું કલેક્શન તો ભારતમાં ડાઉન થયું છે. ફિલ્મનું 2 દિવસનું કલેક્શન ભારતમાં શાનદાર છે અને એવું લાગે છે કે ફિલ્મ પોતાના પહેલા વીકેન્ડમાં પણ કમાણીનો ઈતિહાસ રચશે. ફિલ્મને એક્સટેન્ડેડ વીકેન્ડ મળ્યો છે. તેનો આ ફિલ્મ ફાયદો ઉઠાવી શકે છે અને સૌથી વધુ વીકેન્ડની કમાણી કરનારી ફિલ્મ બની શકે છે.


Google NewsGoogle News