એકલી 'પુષ્પા 2'ની કમાણી શાહરૂખ ખાનની બે બ્લોકબસ્ટર ફિલ્મોની બરાબર, જાણો ટોટલ કલેક્શન
Pushpa 2 Box Office Collection Day 25: અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' ઈન્ડિયન બોક્સ ઓફિસ પર નંબર વન પર સ્થાન મેળવી લીધું છે. આવું અમે નથી કહી રહ્યા પરંતુ ફિલ્મની કમાણીના આંકડા બતાવી રહ્યા છે.
આ પણ વાંચો : હોટલના રૂમમાં મળ્યો જાણીતા અભિનેતાનો મૃતદેહ, બે દિવસથી ફોન રિસીવ ન કરતાં ઘટનાની જાણ થઈ
સૌથી પહેલા તો આ ફિલ્મે દેશની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ 'બાહુબલી 2: ધ કન્ક્લુઝન'નું નંબર વનનું સ્થાન છીનવી લીધું. વર્ષ 2017માં રિલીઝ થયેલી પ્રભાસની આ ફિલ્મે 1030.42 કરોડની કમાણી કરી હતી. પુષ્પા 2 એ આના કરતા લગભગ 120 કરોડ રૂપિયા વધુ કમાણી કરી છે. એ વાત પણ છે કે રીતે જ આગામી ફિલ્મો માટે આ કોમ્પિટીશન ખૂબ કઠિન રહેશે.
પુષ્પા 2 બોક્સ ઓફિસ કલેક્શન
સુકુમારના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ પુષ્પા 2 એ પેઇડ પ્રીવ્યુથી રૂ. 10.65 કરોડની કમાણી કરી હતી. ત્યાર બાદ ઓપનિંગ ડે થી આજ 25મીએ રાત્રે 8:25 વાગ્યે બોક્સ ઓફિસના આંકડા નીચે જોઈ શકાય છે.
આ આંકડા SACNILC મુજબ છે, જે બોક્સ ઓફિસના આંકડાઓનો ડેટા જાળવે છે અને ફાઈનલ નથી. તેમાં ફેરફાર થઈ શકે છે.
દિવસ કમાણી (રૂ. કરોડ)
પહેલો દિવસ 164.25
બીજો દિવસ 93.8
ત્રીજો દિવસ 119.25
ચોથો દિવસ 141.05
પાંચમો દિવસ 64.45
છઠ્ઠો દિવસ 51.55
સાતમો દિવસ 43.35
આઠમો દિવસ 37.45
નવમો દિવસ 36.4
દશમો દિવસ 63.3
અગિયારમો દિવસ 76.6
બારમો દિવસ 26.95
તેરમો દિવસ 23.35
ચૌદમો દિવસ 20.55
પંદરમો દિવસ 17.65
સોળમો દિવસ 14.3
સત્તરમો દિવસ 25
અઢારમો દિવસ 32.95
ઓગણીશમો દિવસ 13
વીસમો દિવસ 14.5
એકવીસમો દિવસ 19.75
બાવીસમો દિવસ 9.6
તેવીસમો દિવસ 8.75
ચોવીસમો દિવસ 12.5 (શનિવાર)
પચીસમો દિવસ 14.53
કુલ 1155.88
શું પુષ્પા 2 બનશે પહેલી 1200 કરોડની ફિલ્મ?
આંકડા પ્રમાણે હવે પુષ્પા 2 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. અને સ્વાભાવિક છે કે હવે ફિલ્મ હવે જે કંઈ પણ કમાણી કરી રહી છે, તે બોક્સ ઓફિસ પર એક નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મે આજે રૂ. 1150 કરોડનો આંકડો વટાવ્યા બાદ નિર્માતાઓમાં આશા જાગી છે કે, ફિલ્મ ટૂંક સમયમાં રૂ. 1200 કરોડની કમાણી કરી લેશે. જો આવું થશે તો તે એક મોટો રેકોર્ડ બનાવશે.
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની બે બ્લોકબસ્ટર ફિલ્મ જવાને 543.09 કરોડ અને પઠાણ 640.25 કરોડની કમાણી ઉમેરીએ તો તે 1183.34 કરોડ રૂપિયા થાય છે. અને પુષ્પા 2 એક એવી ફિલ્મ બનવા જઈ રહી છે, જેણે આ બે ફિલ્મોની કુલ કમાણી કરતા વધુ કમાણી કરશે.