પુષ્પા 2 સૌથી ઓછા સમયમાં 500 કરોડ કમાનારી ફિલ્મ બની, બજેટ પણ વસૂલ થઇ ગયું!
Pushpa-2 Records: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2 અલગ દેખાઈ રહી છે. આજના યુગમાં જો કોઈ ફિલ્મનું કલેક્શન 200-300 કરોડ રૂપિયા હોય તો તેને બહુ વધારે માનવામાં આવતું નથી. પરંતુ જો ફિલ્મ 600 કરોડની કમાણી કરે તો તે મોટી વાત છે. પુષ્પા 2 નું બજેટ 500 કરોડ રૂપિયા હોવા છતાં, આ ફિલ્મે માત્ર આ 3 દિવસમાં તેનું બજેટ પાછું મેળવી લીધું છે. આ ફિલ્મે 600 કરોડનો આંકડો સ્પર્શ કર્યો છે. આ સાથે આ ફિલ્મ સૌથી ઓછા સમયમાં 500 કરોડની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની કમાણીના લેટેસ્ટ આંકડા આવી ગયા છે.
આ પણ વાંચોઃ બે દિવસમાં જ 'પુષ્પા 2' ની કમાણી 400 કરોડને પાર, 'વાઈલ્ડ ફાયર'ને રોકવી મુશ્કેલ!
મેકર્સે શેર કરી માહીતી
ફિલ્મના પ્રોડક્શન હાઉસ Mythri Movie Makers એ પોતાના સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે આ સમાચાર શેર કર્યા છે. ટીમ દ્વારા પુષ્પાનું એક પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. આ સાથે લખ્યું છે - પુષ્પા 2 ભારતીય સિનેમાની સૌથી ઝડપી 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ એક પછી એક બધાં રેકોર્ડ તોડી રહી છે.
આ પણ વાંચોઃ રશ્મિકા બોયફ્રેન્ડ વિજયની માતા તથા ભાઈ સાથે પુષ્પા ટૂ જોવા પહોંચી
'જવાન' અને RRR નો તોડ્યો રેકોર્ડ
શાહરૂખ ખાનની 'જવાન' બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. આ ફિલ્મને 500 કરોડના જાદુઈ આંકડા સુધી પહોંચવામાં 4 દિવસ લાગ્યા હતાં. જ્યારે RRRને 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરવામાં 3 દિવસનો સમય લાગ્યો હતો. પુષ્પાએ આ રેકોર્ડ તોડી દીધો છે છે. ફિલ્મે 3 દિવસમાં લગભગ 600 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ અર્થમાં, આ ફિલ્મ સૌથી ઝડપી 500 કરોડની કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે શાહરૂખ ખાનની 'જવાન' અને રામ ચરણની 'RRR'ને પણ પાછળ છોડી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે પહેલા અઠવાડિયામાં ફિલ્મનું કલેક્શન કેટલું થાય છે.