દિશા દ્વારા એક્સ બોયફ્રેન્ડ ટાઈગરની ફિલ્મનું પ્રમોશન

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
દિશા દ્વારા એક્સ બોયફ્રેન્ડ ટાઈગરની ફિલ્મનું પ્રમોશન 1 - image


- ટાઈગરની નવી ફિલ્મનું ટ્રેલર શેર કર્યું 

- છ વર્ષના સંબંધ પછી બ્રેકઅપ થવા છતાં પણ બંને વચ્ચે બિલકૂલ કડવાશ નહીં: ચાહકો ખુશ

મુંબઇ : દિશા પટાણીએ ટાઈગર શ્રોફની આગામી ફિલ્મનું ટ્રેલર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને પ્રમોશન કર્યું છે. બંને વચ્ચે છ વર્ષ સંબંધ રહ્યા બાદ બ્રેક અપ થયું હતું. પરંતુ, તેમની વચ્ચે કોઈ કડવાશ પ્રવર્તતી નથી. દિશાનાં આ પગલાંને દિશા તથા ટાઈગર બંનેના ચાહકોએ બિરદાવ્યું હતું. 

સોમવારે  ટાઇગર શ્રોફની ફિલ્મ 'ગણપત'નું ટ્રેલર રિલીઝ યું હતું.  દિશાએ તરત જ આ ટ્રેલર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કર્યું હતું અને તેની સાથે સ્ટારનું ઈમોજી પણ  મૂક્યું હતું. દિશાની આ ખેલિદિલીની બંનેના ચાહકોએ મુક્તકંઠે પ્રશંસા કરી હતી. 

ે બ્રેક અપ પછી પણ દિશા અને ટાઇગર વચ્ચે બોન્ડિંગ સારું છે. બન્ને એકબીજાના જન્મદિવસે પણ  સ્પેશિયલ પોસ્ટ શેર કરીને શુભેચ્છા આપે છે. હાલમાં જ દિશાએ પોતાનો ૩૧મો જન્મદિવસ મનાવ્યો હતો જેના માટે ટાઇગરે અભિનેત્રી સાથેની એક જૂની તસવીર શેર કરીને જન્મદિવસની ખાસ શુભેચ્છા આપી હતી. 

દિશા હજુ પણ ટાઈગરના પરિવાર સાથે અને ખાસ તો તેની બહેન ક્રિષ્ણા સાથે આઉટિંગમાં જોવા મળે છે. 

દિશા અને ટાઈગર હજુ પણ સાથે આવે તેવી ઈચ્છા અનેક ચાહકો ધરાવી રહ્યા છે. જોકે, ટાઈગર શ્રોફ પોતે સિંગલ હોવાની સ્પષ્ટતા કરી ચૂક્યો છે. 


Google NewsGoogle News