પ્રિયંકાના નખરાં : રાજામૌલીની ફિલ્મમાં રોલ નવેસરથી લખાવ્યો
- ઈન્ટરનેશનલ સ્ટારને છાજે તેવા રોલની ડિમાન્ડ
- આરઆરઆરમાં આલિયાનો રોલ હતો તેના કરતાં વધુ લંબાઈનો રોલ માગ્યો
મુંબઈ : એસ.એસ. રાજામૌલીની ફિલ્મમાં કામ કરી રહેલી પ્રિયંકા ચોપરાએ હવે પોતે ફક્ત બોલીવૂડ સ્ટાર નહિ પરંતુ હોલીવૂડ સ્ટાર છે તેવું દર્શાવીને પોતાનો રોલ નવેસરથી લખાવ્યો હોવાનું કહેવાય છે.
ચર્ચા મુજબ શરુઆતમાં આ ફિલ્મમાં પ્રિયંકાનો રોલ લગભગ એટલો જ હતો જેટલો રોલ આલિયાને રાજામૌલીની 'આરઆરઆર'માં મળ્યો હતો. પ્રિયંકાએ એવી શરત મૂકી હતી કે પોતે સમગ્ર ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં હોવી જોઈએ અને પોતાનો રોલ આલિયાના રોલની લેન્થ કરતાં વધારે લાંબો હોવો જોઈએ.
રાજામૌલીએ તેની આ શરતો સ્વીકારી છે અને હવે તે પ્રમાણે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ ફિલ્મમાં ભૂમિકા માટે પ્રિયંકાને ૩૫ કરોડ રુપિયા ચૂકવાયા હોવાની પણ ચર્ચા છે.
ફિલ્મમાં મહેશબાબુની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મનાં શૂટિંગ માટે પ્રિયંકા અગાઉ જ હૈદરાબાદ પહોંચી ગઈ છે. જોકે, આ ફિલ્મનાં શૂટિંગ માટે ખાસ હૈદરાબાદ આવેલી પ્રિયંકાએ પોતાના ભાઈ સિદ્ધાર્થનાં લગ્ન માટે વચ્ચ થોડા દિવસનો બ્રેક લીધી હતો અને તે મુંબઈમાં રોકાઈ હતી.