શોભિતા ડોન થ્રીમાં પ્રિયંકાનું પત્તું કાપવાની ફિરાકમાં
- પ્રિયંકાનાં પુનરાગમન વિશે અટકળો
- શોભિતાએ કહ્યું પ્રિયંકા મારી આદર્શ છે, રોમાનો રોલ મળે એ મારા માટે મોટી વાત હશે
મુંબઇ : ફરહાન અખ્તર દ્વારા 'ડોન થ્રી'માં નવા હિરો તરીકે રણવીરનું નામ એનાઉન્સ થઈ ગયું છે પરંતુ હિરોઈનની પસંદગી અંગે અફવાઓ ચાલી રહી છે. ઓટીટીની ટોચની સ્ટાર શોભિતા ધુલિપાલા આ રોલ પ્રિયંકા ચોપરા પાસેથી પડાવી લેવાની ફિરાકમાં હોવાનું કહેવાય છે.
પ્રિયંકા તાજેતરમાં મુંબઈ આવી હતી ત્યારે ફરહાનને મળી હતી. તે પછી તે રણવીર સામે રોમાના રોલમાં ફાઈનલ થઈ શકે છે તેવી વાત ચર્ચાઈ હતી.
જોકે, હવે નવી અટકળો મુજબ ફિલ્મ સર્જકો નવા ડોન સાથે નવી રોમા માટે પ્લાન કરી રહ્યા છે. અગાઉની બંને ડોનમાં શાહરુખ અને પ્રિયંકાની જોડી હતી તો નવી ડોનમાં રણવીર સાથે નવી હિરોઈન માટે વિચારણા થઈ રહી છે.
શોભિતા દરેક ઈન્ટરવ્યૂમાં ખુલ્લેઆમ કહી રહી છે કે તેને રોમાનું પાત્ર ભજવવામાં રસ છે. તાજેરતમાં તેણે કહ્યું હતું કે મારે એક્શન ફિલ્મ કરવી છે. પ્રિયંકા મારો આદર્શ છે પરંતુ જો મને રોમાનું પાત્ર મળે તો એ મારા માટે મોટી વાત હશે.