પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થનાં બે બ્રેકઅપ પછી હવે ત્રીજી ગર્લ ફ્રેન્ડ સાથે લગ્ન
- પ્રિયંકા ભાઈનાં લગ્ન માટે મુંબઈ પહોંચી
મુંબઈ : પ્રિયંકા ચોપરા હૈદરાબાદમાં એસ.એસ. રાજામૌલીના શૂટિંગ માટે આવી હતી પરંતુ ત્યાંથી એક બ્રેક લઈને તે મુંબઈમાં ભાઈ સિદ્ધાર્થનાં લગ્ન માણવા માટે પહોંચી ગઈ છે. પ્રિયંકાએ લગ્નવાળાં ઘરની ધમાલ તથા ઘરમાં પડેલી અસ્તવ્યસ્ત ચીજોના ફોટા શેર કર્યા હતા.
સિદ્ધાર્થ પ્રિયંકા કરતાં સાત વર્ષ નાનો છે. તે પ્રિયંકાની પ્રોડક્શન કંપની સંભાળે છે અને તેના નેજા હેઠળ કેટલીક ફિલ્મો બનાવી ચૂક્યો છે.
સિદ્ધાર્થે ૨૦૧૪માં કુનિકા માથુર સાથે સગાઈ કરી હતી. જોકે, બાદમાં તેનું બ્રેક અપ થયું હતું. તે પછી ૨૦૧૯માં તેણે ઈશિતા નામની યુવતી સાથે સગાઈ કરી હતી પરંતુ ત્યારે પણ વાત આગળ વધી ન હતી.
હવે તે નીલમ ઉપાધ્યાય નામની એકટ્રેસ સાથે લગ્ન કરવાનો છે. તે અને નીલમ એક ડેટિંગ એપ પર મળ્યાં હોવાનું કહેવાય છે.