પ્રિયંકા પહેલીવાર પતિ નિક જોનાસ સાથે ફિલ્મમાં જોવા મળશે
- હોલીડે નામની ફિલ્મમાં સમગ્ર જોનાસ પરિવાર દેખાશે
- પ્રિયંકા અને નિક જોનાસ સેટ પર સાથે જોવા મળ્યાં, નીક સાથે ભાઈઓ પણ લીડ રોલમાં હશે
મુંબઇ : પ્રિયંકા ચોપરા જોનાસ પ્રથમ વખત પતિ નિક જોનાસ સાથે 'હોલી ડે' નામની એક ફિલ્મમાં કામ કરવાની છે. નિક સાથે ભાઇઓ જો અને કેવિન જોનાસ પણ આ ફિલ્મમાં હશે. આ ફિલ્મનું શૂટિગ શરૂ થઇ ચૂક્યું છે. આ ફિલ્મનું શૂટિંગ હાલ ટોરન્ટોમાં થઇર્ રહ્યું છે.
પ્રિયંકા અને તેના પતિ નિક અને જોનાસ બ્રધર્સની સાથે સેટ પર જોવા મળ્યા હતા.આ ફિલ્મમાં નિકની સાથેસાથેતેના ભાઇઓ પણ લીડ રોલમાં જોવા મળવાના છે.
ઉલ્લેખનીય છે કે, નિક જોનાસ આ પહેલાં 'સ્કીમ ક્વીન્સ', 'કિંગડમ' અને જુમાંજીી ઃવેલકમ ટૂ ધ જંગલ'માં જોવા મળી ચુક્યો છે.
થોડા સમય પહેલાં અફવા હતી કે પ્રિયંકા એસ એસ રાજામોલીની ફિલ્મથી ભારતીય સિનેમામાં પુનરાગમન કરશે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી થઈ નથી.