રાજામૌલીની ફિલ્મ સાઈન કરતાં પહેલાં પ્રિયંકા મંદિરમાં દર્શને
- જોકે, હજુ સત્તાવાર જાહેરાતની રાહ
- જીવનનો નવો અધ્યાય શરુ કરી રહી હોવાના કેપ્શન સાથે ફોટો શેર કર્યા
મુંબઇ : પ્રિયંકા ચોપરા એસ એસ રાજામૌલીની મહેશબાબુ સાથેની ફિલ્મ 'એસએસએમબી૨૯'માં કામ કરવા માટે હૈદરાબાદ પહોંચી છે. ફિલ્મ માટે શૂટિંગ કરતાં પહેલાં તે હૈદરાબાદનાં એક મંદિરમાં દર્શન તથા પૂજા માટે પહોંચી હતી.
પ્રિયંકાએ સોશયલ મીડિયા પર તસવીર શેર કરી હતી જેમાં તેના કપાળે કંકુના લાંબો ચાંદલો કરેલી જોવા મળે છે.
આ પહેલા પ્રિયંકાએ હૈદરાબાદમાં ચિલકુર બાલાજી મંદિરમાં દર્શન કરવા ગઇ હતી તેણે તસવીરો સાથે એવું કેપ્શન લખ્યું હતું કે શ્રી બાલાજીના આશીર્વાદથી એક નવો અધ્યાય શરૂ થઇ રહ્યો છે. તેના પરથી તે નવી ફિલ્મ નું શૂટિંગ કરી રહી હોવાની અટકળો વ્યાપક બની છે.
મહેશ બાબુ અને રાજામૌલીની આ ફિલ્મનું નિર્માણ વિધિપૂર્વક પૂજા સાથે સત્તાવાર રીતે શરૂ થઇ ગયું છે.જોકે, હજુ મહેશબાબુ તથા પ્રિયંકાની જોડીની સત્તાવાર જાહેરાત કરાઈ નથી.