પ્રિયંકા ચોપરાને મહેશબાબુ સાથેની ફિલ્મ માટે 30 કરોડ મળશે
- ભારતની સૌથી હાઈએસ્ટ પેઈડ એકટ્રેસ બનશે
- રાજામૌલી સાથે એસએસમબી 29 ફિલ્મ માટે જંગી ફી વસૂલશે
મુંબઇ : ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી એકટ્રેસ પ્રિયંકા ચોપરા હોલીવૂડ પછી ફરી ઇન્ડિયન સિનેમાં જોવા મળવાની છે. લગભગ નવ વરસ સુધી દર્શકોને રાહ જોવડાવીને તેણે સાઉથના દિગ્દર્શક રાજામૌલી સાથે 'એસએસએમબી ૨૯' સાઇન કરી છે જેમાં તે મહેશ બાબુ સાથે જોડી જમાવવાની છે. કહેવાય છે કે, પ્રિયંકા આ ફિલ્મ માટે ૩૦ કરોડ રૂપિયા ફી લેવાની છે.
જો વાત સાચી હોય તો પ્રિયંકા સૌથી વધુ ફી મેળવનારી હાઇપેડ એકટ્રેસની લિસ્ટમાં સૌથી ટોચ પર આવી ગઇ છે.
પ્રિયંકા હવે હોલીવૂડ પ્રોજેક્ટસમાં કામ કરવા માંડી હોવાથી તેણે આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ફી માગી હોવાનું કહેવાય છે. આ ફિલ્મનાં શૂટિગં માટે હાલમાં જ પ્રિયંકા હૈદરાબાદ પહોંચી હતી.