પ્રિયંકા ચોપડા પગના તળીયે લસણ ઘસતી દેખાઈ... શું તમે જાણો છે તેના ફાયદા વિશે?
Image Social Media |
Priyanka Chopra: બોલિવૂડની હીરોઈન પ્રિયંકા ચોપરા હાલમાં ઓસ્ટ્રેલિયામાં તેની આગામી ફિલ્મ 'ધ બ્લફ' ના શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રિયંકા ચોપરા નિયમિતપણે 'ધ બ્લફ'ના સેટ પર તેના પરિવાર અને પોતાને ઘાયલ થવાની તસવીરો શેર કરતી રહે છે. પરંતુ નવાઈની વાત એ છે કે, આટલા વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો સમય કાઢીને પ્રિયંકા સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે તેના અપડેટ્સ પણ શેર કરી રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે લસણના ફાયદાઓનું વર્ણન કરી રહી છે.
વિદેશમાં પણ પ્રિયંકા ચોપરા પોતાના મૂલ્યો, સંસ્કારો અને વારસાને વળગી રહી છે
હકીકતમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પગના તળિયા પર લસણ ઘસી રહેલી જોવા મળી રહી છે. આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ કોમેન્ટ કરી અને પ્રિયંકા ચોપરાને તેના ફાયદા વિશે પૂછ્યું, જે પછી પ્રિયંકા ચોપરાએ પણ જવાબ આપ્યો છે.
પ્રિયંકા ચોપરાએ ફાયદા જણાવ્યા
પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે, પગમાં લસણ ઘસવાથી તાવ અને સોજામાં આરામ મળે છે. તમને જણાવી દઈએ કે એક એક્શન ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને હાથ અને પગમાં ઈજા થઈ હતી. જેની તસવીરો પ્રિયંકાએ પોસ્ટ કરી છે.
- જો પગમાં ફૂગ થઈ હોય તો, લસણ ઘસવાથી ફૂગનો સામનો કરવામાં મદદ મળે છે. ખાસ કરીને વરસાદની સિઝનમાં તેને પગ પર ઘસવાથી પગની ફૂગથી રાહત મળે છે.
- જે લોકોને એથલીટ ફૂટની ફરિયાદ હોય છે, અને પગમાં કેલસ થઈ જાય છે તેને લસણ રગડવાથી ફાયદો મળે છે.
- ઘણા લોકોને ઠંડીમાં તાવ આવી જાય છે, તો લસણને અને સરસવના તેલ ભેળવીને લગાવવાથી શરીર ગરમ થાય છે, અને તાવમાં રાહત મળે છે.
- લસણની છીણને પગના તળિયા પર માલિશ કરવામાં આવે તો, પણ તે બ્લડ સુગર લેવલને સામાન્ય બનાવવામાં મદદ કરે છે.