Get The App

પ્રિયંકા ચોપરાનું ઈરાનની મહિલાઓના હિજાબ વિરોધી આંદોલનને સમર્થન

Updated: Oct 8th, 2022


Google News
Google News
પ્રિયંકા ચોપરાનું ઈરાનની મહિલાઓના હિજાબ વિરોધી આંદોલનને સમર્થન 1 - image


- સોશિયલ મીડિયા પર લાંબીલચક પોસ્ટ લખી 

- પ્રિયંકા ઈરાની મહિલાઓનાં સાહસથી પ્રભાવિત, અન્ય લોકોને પણ આ આંદોલનને સમર્થન આપવા અપીલ 

મુંબઈ : અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ઈરાનમાં મહિલાઓનાં હિજાબ વિરોધી આંદોલનને ટેકો આપ્યો છે અને અન્યોને પણ આ આંદોલનને સમર્થન આપવા અપીલ કરી છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર એક સુદીર્ઘ પોસ્ટમાં લખ્યું છે કે જબરદસ્તીથી લાદી દેવાયેલાં મૌન બાદ જે ચિત્કાર નીકળે છે તે જવાળામુખીની જેમ ફાટે છે. તેને દબાવી શકાય નહીં.  પ્રિયંકાએ ઈરાની મહિલાઓનાં સાહસની પ્રશંસા કરતાં કહ્યું છે કે હું તમારાં સાહસથી પ્રભાવિત છું કારણ કે પિતૃસત્તાક વ્યવસ્થા સામે પડકાર ફેંકવો અને પોતાના અધિકારો માટે લડત આપવી અને તે પણ પોતાની જાન જોખમમાં મુકવાનું ક્યારેય સરળ હોતું નથી. હું તમારી સાથે છું અને બાકીના સૌને પણ સાથે આવવા અપીલ કરું છું. 

ઈરાનમાં મહસા અમીની નામની મહિલાની યોગ્ય રીતે હિજાબ નહીં પહેરવા બદલ ધરપકડ થઈ હતી. તે પછી આ પગલાંના વિરોધમાં મહિલાઓ રસ્તાઓ પર ઉતરી છે. તેઓ રસ્તા પર પોતાના વાળ કાપી રહી છે અને હિજાબ ફાડી રહી છે. આ વિરોધ પ્રદર્શનોએ સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. 

Tags :
Priyanka-ChoprasupportsIranian-womenanti-hijab-movement

Google News
Google News