Get The App

હેટ ઓફ સ્ટેટના શૂટિંગ વખતે પ્રિયંકા ચોપરાને ચહેરા પર ઈજા

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
હેટ ઓફ સ્ટેટના શૂટિંગ વખતે પ્રિયંકા ચોપરાને ચહેરા પર ઈજા 1 - image


- ઈજાના નિશાન સાથેની તસવીર શેર કરી

- પ્રિયંકા હાલ ફ્રાન્સમાં શૂટિંગ કરી રહી છે, તસવીરો જોઈ ચાહકો ચિંતામાં

મુંબઇ : પ્રિયંકા ચોપરા હોલીવૂડ ફિલ્મ 'હેટ ઓફ સ્ટેટ'ના શૂટિંગ વખતે ઈજાગ્રસ્ત થઈ છે. તેણે પોતે ચહેરા પર લોહીના ટશિયા ફૂટયા હોય અને ઉઝરડા   પડયા હોય તેવી તસવીરો શેર કરી હતી. 

પ્રિયંકાને આ ઈજા કેવી રીતે થઈ તેની કોઈ વિગતો અપાઈ નથી. ચહેરા પર લોહીના છાંટા પણ જોવા મળે છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા  એક્શન દૃશ્યો કરવાની છે. 

આથી કોઈ એક્શન સીનનાં શૂટિંગ વખતે જાતે સ્ટન્ટ કરવા જતાં તે ઘાયલ થઈ હોય તે બનવાજોગ છે. 

પ્રિયંકાની આ તસવીર જોઈ તેના ચાહકો ચિંતિત બન્યા છે. કેટલાય લોકોએ તેને ઝડપભેર  સ્વસ્થ થઈ જવાની શુભેચ્છા પાઠવી હતી. કેટલાય લોકોએ આ ઈજા કેવી રીતે થઈ તેની વિગતો પણ જાણવા માગી હતી. 

પ્રિયંકા હજુ થોડા સમય પહેલાં જ ભારત આવી હતી. અહીં તેણે હોળીની ઉજવણી કરી હતી અને કેટલાંક બ્રાન્ડ પ્રમોશનને લગતી ઈવેન્ટસમાં પણ હાજરી આપી હતી. 


Google NewsGoogle News