Get The App

પ્રિયંકા ચોપરાએ હોલીવૂડની કોમેડી ફિલ્મ સાઇન કરી

Updated: Apr 16th, 2025


Google News
Google News
પ્રિયંકા ચોપરાએ હોલીવૂડની કોમેડી ફિલ્મ સાઇન કરી 1 - image


- બોલીવૂડ , સાઉથની સમાંતર હોલીવૂડમાં પણ એક્ટિવ

- માઇકલ પેના, વિલ ફેરેલ અને જૈક એફ્રોન સહિતના કલાકારો સાથે દેખાશે

મુંબઇ : પ્રિયંકા ચોપરાને હોલીવૂડની વધુ એક ફિલ્મ મળી છે. આ ફિલ્મ કોમેડી જોનરની હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાંં તે માઇકલ પેના, વિલ ફેરેલ અને જૈક એફ્રોન સાથે કામ કરશે. 

પ્રિયંકાની આ નવી  ફિલ્મનું  હજુ ટાઈટલ નક્કી થયું નથી. આ ફિલ્મનું દિગ્દર્શન નિકોલસ સ્ટોલર કરવાનો છે. આ ફિલ્મની વાર્તા એક ટીવી જજ પર આધારિત છે. 

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરાએ બોલીવૂડ, સાઉથ અને હોલીવૂડ ત્રણેય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગપેસારો કરી દીધો છે. તેણે મહેશબાબુની સાથે સાઉથની ફિલ્મ સાઇન કરી છે. ઋતિક રોશન સાથેની 'ક્રિશ ફોર'માં પણ તે દેખાવાની હોવાનું કહેવાય છે.   

જોકે, ભારતની સાથે સાથે તે હોલીવૂડમાં પણ એક પછી એક પ્રોજેક્ટ મેળવી રહી છે. 

Tags :