પ્રિયંકા ચોપરા છ વરસ પછી બોલીવૂડની ફિલ્મમાં કામ કરવા તૈયાર
- દિગ્દર્શક રાજામોલી અને અભિનેત્રીએ છેલ્લા છ મહિનામાં વારંવાર મુલાકાતો કરી
મુંબઇ : પ્રિયંકા ચોપરા છ વરસ પછી ભારતની ફિલ્મમાં કામ કરે તેવી પૂરી શક્યતા છે. તેણે અને સાઉથના દિગ્દર્શક રાજામૌલીએ છેલ્લા છ મહિનામાં એક ફિલ્મ માટે વારંવાર મુલાકાત કરી છે.અભિનેત્રીને આ ફિલ્મની વાર્તા તેમજ પોતાનું પાત્ર પસંદ પડયું છે.જો દિગ્દર્શક અને અભિનેત્રીની વાતચીત સકારાત્મક નીવડશે તો પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુની જોડી રૂપેરી પડદે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વરસના એપ્રિલ મહિનામાં શરૂ કરવામાં આવશે.
રાજામૌલીએ આરઆરઆર ફિલ્મની રિલીઝ સાથે જ ઘોષણા કરી દીધી હતી કે તેની આગામી ફિલ્મ મહેશ બાબુ સાથેની હશે. આ ફિલ્મની પુરી તૈયારી થઇ ગઇ છે. તેમજ મહેશ બાબુ સાથે કામ કરવા દેશીગર્લ પ્રિયંકા ચોપરાને મનાવી લીધી હોવાનું કહેવાય છે.
રાજામૌલીની આ ફિલ્મ ૨૦૨૬ સુધીમાં પુરી કરવામાં આવશે અને ૨૦૨૭માં રિલીઝ કરવામાં આવશે.