પ્રિયંકા ચોપરા હૈદરાબાદ પહોંચી, રાજામૌલીની ફિલ્મ જાહેર થવાની શક્યતા
- મહેશબાબુ સાથે એસએસએમબી૨૯માં કામ કરવાની છે
- પ્રિયંકાએ જાતે હૈદરાબાદની ફલાઈટનો વીડિયો શેર કર્યોઃ હુ લાંબા સમય પછી પ્રિયંકા કોઈ ભારતીય ફિલ્મમાં દેખાશે
મુંબઇ : પ્રિયંકા ચોપરા હૈદરાબાદ પહોંચી છે. તેના પગલે તે એસએસ રાજામૌલી દ્વારા બનાવવામાં આવી રહેલી ફિલ્મ 'એસએસએમબી ૨૯'માં કામ કરશે તેવી અટકળો પ્રબળ બની છે. હવે આ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ છે.
આ ફિલ્મમાં મહેશબાબુ તેનો હિરો હશે. પ્રિયંકા આ ફિલ્મમાં કામ કરી રહી હોવાની અટકળો ભૂતકાળમાં પણ સામે આવી ચૂકી છે. જોકે, આ વખતે ખુદ પ્રિયંકાએ આ બાબતે સંકેત આપ્યો છે. તેણે ટોરન્ટોથી વાયા દુબઈ હૈદરાબાદ આવવા ફલાઈટ પકડી હતી.તેનો વીડિયો શેર કરતી વખતે પ્રિયંકાએ ઓમ ઇમોટિકોન નો ઉપયોગ કર્યો છે અને એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરના એક ગીતનો પણ ઉપયોગ કર્યો છે. આ રીતે તેણે રાજામૌલીની ફિલ્મ માટે પોતે હૈદરાબાદ આવી રહી હોવાનો સંકેત આપ્યો છે.