મને નથી લાગતું કે...' ઓટીટી વર્સીસ થિયેટરની ચર્ચા મુદ્દે અભિનેત્રી પ્રિયંકા ચોપડાનું મોટું નિવેદન
Bollywood Gossips: બોલિવૂડથી હોલિવૂડ સુધીની સફળ કારકિર્દી બનાવનારી અભિનેત્રી પ્રિયંકાએ આ ઓળખ પોતાના દમ પર બનાવી છે. બોલિવૂડમાં દેશી ગર્લ તરીકે લોકપ્રિય બનેલી પ્રિયંકાએ 2017માં હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તાજેતરમાં અભિનેત્રીએ ઓટીટી વર્સીસ થિયેટર ચર્ચા પર પોતાનો અભિપ્રાય આપ્યો છે અને થિયેટર્સમાં મૂવી જોવાના અનુભવને તદ્દન અલગ ગણાવ્યો હતો.
એક અંગ્રેજી દૈનિક સાથે વાતચીતમાં દેશી ગર્લે કહ્યું કે, 'મને લાગે છે કે ઓટીટી અને થિયેટર બન્ને અલગ-અલગ વર્ચસ્વ ધરાવે છે. બંન્ને ખૂબ સારા છે. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં આપણે 24 કલાક, 7 દિવસ-રાત મનોરંજનનો મેળવી શકીએ છીએ. જેથી દરેક બાબત સંભવિત રીતે અને બંને પોતાના માપદંડોમાં મને મહાન લાગે છે.'
'થિયેટરમાં ફિલ્મ જોવાની મજા જ કંઈક અલગ'
અભિનેત્રીએ થિયેટરોમાં ફિલ્મો જોવાના અનુભવની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, 'આજે પણ મને થિયેટરમાં જઈને ફિલ્મો જોવાની મજા આવે છે. મને લાગે છે કે થિયેટરમાં જવું અને મૂવી જોવી એ હંમેશા મારા માટે ખાસ રહેશે. અંધારમય થિયેટરમાં મૂવી જોવાના અનુભવથી કંઈ વિશેષ નથી, માત્ર મિત્રો અને પરિવાર સાથે જ નહીં પરંતુ અજાણ્યા લોકોથી ભરેલા રૂમમાં બધા આનંદ સાથે મનોરંજન માણે છે. થિયેટરમાં જોવાનો અનુભવ અદભૂત હોય છે.'
પ્રિયંકા કહે છે કે, 'મોટી સ્ક્રીન અને લાઉડ સાઉન્ડ તેને લોકો માટે વધુ સારો બનાવે છે. ત્યાં બેસીને એવું લાગે છે કે આ બધા દ્રશ્યો ખરેખર આપણી વચ્ચે જ બની રહ્યા છે. મને નથી લાગતું કે મૂવી થિયેટરોનો જાદુ ક્યારેય ઓછો થશે.'