પ્રિયંકા ચોપરા રાજામૌલીની ફિલ્મથી કમબેક કરે તેવી સંભાવના
- મહેશબાબુ પ્રિયંકાનો હિરો હશે
- પ્રિયંકાએ થોડા દિવસો પહેલાં જ જણાવ્યું હતું કે તે ભારતીય ફિલ્મો મિસ કરી રહી છે
મુંબઇ: પ્રિયંકા ચોપરા એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'એસએસએમબી૨૯' માં કામ કરે તેવી સંભાવના છે. આ ફિલ્મમાં મહેશ બાબુ તેનો હિરો હશે.
પ્રિયંકાએ તાજેતરમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં કહ્યું હતું કે પોતે મોટાભાગે આવતાં વર્ષે એક ભારતીય ફિલ્મમાં કામ કરવાની છે. પોતે હિંદી ફિલ્મોનાં ડાન્સ સોંગ્સને બહુ મિસ કરી રહી છે તેવું તેણે કહ્યું હતું.
હવે એવા અહેવાલો છે કે પ્રિયંકા અને રાજામૌલી વચ્ચે કેટલાક સમયથી વાતચીત ચાલી રહી છે. પ્રિયંકાએ હજુ સુધી ફાઈનલ કરાર કર્યા નથી.
આ ફિલ્મ એક એક્શન એડવેન્ચર હશે. બી. વિજયેન્દ્રપ્રસાદ દ્વારા જ તેની સ્ટોરી લખવામાં આવી છે.