પ્રિયંકા ચોપરાને હોલીવૂડમાં નવી ફિલ્મ ધી બ્લફ મળી
- મૂળ આ ભૂમિકા જો સાલ્દાના ભજવવાની હતી
- પ્રિયંકા સેરેબ્રલ પાલ્સીથી પીડાતી તરુણીની ભૂમિકા ભજવશે, આગામી જૂનથી શૂટિંગ
મુંબઇ : પ્રિયંકા ચોપરા હોલીવૂડની રૂસો બ્રધર્સની ફિલ્મ ધ બ્લફમાં મુખ્ય રોલમાં જોવા મળવાની છે. અગાઉ, આ ફિલ્મમાં હોલીવૂડ અભિનેત્રી જો સલદા કામ કરવાની હતી. આ ફિલ્મ ૧૯મી સદીની શરુઆતના સમયગાળા પર આધારિત છે.
પ્રિયંકા ચોપરા આ ફિલ્મમા એક એવી ૧૩ વરસની યુવતીનો રોલ કરવાની છે જે હાફ ઇન્ડિયન છે અને સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી ગ્રસિત છે. તે પોતાના પરિવાર તથા ગામને સમુદ્રી ચાંચિયાઓના હુમલાથી કેવી રીતે બચાવે છે તે આ ફિલ્મમાં દર્શાવાશે.
પ્રિયંકા અગાઉ 'બેવોચ', 'મેટ્રિક્સ રિસરેક્શન્સ', 'લવ અગેઇન' સહિતની હોલીવૂડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેની 'સિટાડેલ' સીરીઝ પણ હાલમાં જાણીતી બની છે.
ભારતમાં છેલ્લા કેટલાય સમયથી ેએવી અટકળો ચાલે છે કે પ્રિયંકા ચોપરા 'ડોન થ્રી'માં રોમાની તેની મૂળ ભૂમિકા ભજવતી જોવા મળી શકે છે. થોડા સમય પહેલાં પ્રિયંકા ભારત આવી ત્યારે તે ફરહાન અખ્તરને મળી હતી તે પછી આ ચર્ચા શરુ થઈ હતી. જોકે, 'ડોન થ્રી' માટે શોભિતા ધુલીપાલ તથા કિયારા અડવાણી સહિતની હિરોઈનો પણ હોડમાં છે.
આ પહેલાં ઝોયા અખ્તરે પ્રિયંકા, કેટરિના તથા આલિયા ભટ્ટને લઈ 'જી લે જરા' ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. જોકે, આ ત્રણેય હિરોઈનોની વ્યસ્તતાને કારણે આ પ્રોજેક્ટ શરુ જ થઈ શક્યો નથી