પ્રિયંકા ચોપરાની બહેનનું દર્દ છલકાયું, કહ્યું- ઈન્ડસ્ટ્રીએ ન આપ્યો સાથ, સ્ટાર કિડ્સે છીનવી ફિલ્મો
Priyanka Chopra Cousin Meera Chopra on Bollywood: પ્રિયંકા ચોપરાની કઝીન મીરા ચોપરાએ સાઉથ ઈન્ડસ્ટ્રીની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે તેની બોલિવૂડ કરિયર બહુ ખાસ રહી ન હતી. હાલમાં જ મીરા ચોપરાએ પોડકાસ્ટમાં પોતાની બોલિવૂડ જર્ની વિશે વાત કરતા કહ્યું હતી કે, 'હું બોલિવૂડમાં બહારની વ્યક્તિ જેવું અનુભવું છું.'
મીરોએ કહ્યું- અમારો પરિવાર ખૂબ નજીક હતો
એક પોડકાસ્ટમાં મીરા ચોપરાએ પ્રિયંકા ચોપરા સાથેના તેના સંબંધો વિશે પણ વાત કરતા કહ્યું હતું કે, ‘અમારા પિતા કઝીન છે. અમે નાના હતા ત્યારે અમારો પરિવાર ખૂબ જ નજીક હતો. અમે મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ. કોઈએ વિચાર્યું ન હતું કે અમે ગ્લેમરની દુનિયામાં જઈશું. જ્યારે પ્રિયંકાએ આ ક્ષેત્રમાં પોતાનું સ્થાન હાંસલ કર્યું ત્યારે તેણે આપણા બધા માટે માર્ગ ખોલી દીધો. નહિંતર, મને લાગે છે કે તે સમયે, મધ્યમ વર્ગમાંથી આવતી કોઈપણ વ્યક્તિ સિનેમામાં કારકિર્દી બનાવવા માંગતા ન હતા.'
કામ મેળવવા માટે તમારે એક જૂથનો ભાગ બનવું જરૂરી છે: મીરા
મીરાએ કહ્યું, 'જ્યારે હું બોલિવૂડમાં કામ શોધી રહી હતી ત્યારે મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મને પ્લેટમાં બધું મળી ગયું છે એવું બિલકુલ નથી. તે એક બિઝનેસ જેવું છે. તમારે અહીં તમારા પોતાના કનેક્શન બનાવવા પડે છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રી એક સંપ્રદાય જેવી છે. તમારે અહીં એક જૂથનો ભાગ બનવું પડશે, જેથી તમે કામ મેળવતા રહો. મેં આ તરફ ધ્યાન ન આપ્યું, તેથી મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.'
આ પણ વાંચો: અમિતાભ અને અભિષેકે મુંબઈમાં 25 કરોડના 10 ફલેટ ખરીદ્યા
બોલિવૂડ સ્ટાર કિડ્સથી ભરેલું છે
મીરા આગળ કહે છે, 'આજે બોલિવૂડ સંપૂર્ણ રીતે સ્ટાર કિડ્સથી ભરેલું છે. જો કે, આનાથી કોઈ સમસ્યા નથી. પરંતુ સ્ટાર કિડ્સમાં એક્ટિંગ આવડત ન હોવા છતાં તેઓ સતત પ્રોજેક્ટ મેળવે છે, જેનાથી સક્ષમ લોકોને ખરેખર નુકસાન થાય છે.
તમિલ ફિલ્મથી અભિનયની સફર શરૂ કરી
અત્યાર સુધી મીરા ચોપરાએ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને અંગ્રેજી ભાષાઓની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. મીરાએ 2005માં તમિલ ફિલ્મ અંબે આરુરીથી અભિનયની શરૂઆત કરી હતી. બીજી ફિલ્મ બંગારામ હતી જે તેલુગુ ભાષામાં હતી. આ પછી, તેણે વિક્રમ ભટ્ટની ફિલ્મ 1920: લંડનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ સિવાય મીરા ગેંગ ઓફ ઘોસ્ટ, નાસ્તિક, સેક્શન 375 જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે.