ટ્રેક સૂટમાં પ્રિયંકા ચોપરાએ મનાવી કડવા ચોથ, નિક જોનાસે તોડાવ્યું વ્રત
Image: Facebook
Priyanka Chopra Celebrated Karva Chauth: અભિનેત્રી પ્રિયંકા ચોપડા ભલે લગ્ન બાદ વિદેશમાં વસી ગઈ છે, પરંતુ દિલથી આજે પણ તે દેશી ગર્લ જ છે. પ્રિયંકા દરેક તહેવારને વિદેશમાં ધામધૂમથી મનાવે છે. એક્ટ્રેસે લંડનમાં કરવા ચોથનો તહેવાર મનાવ્યો અને પતિ નિક માટે વ્રત પણ રાખ્યું.
એક્ટ્રેસે કરવા ચોથ સેલિબ્રેશનની તસવીરો પોતાના ઈન્સ્ટા હેન્ડલ પર શેર કરી છે. ફોટોમાં જોઈ શકાય છે કે પ્રિયંકા માંગમાં સિંદૂર લગાવેલી અને માથા પર લાલ ઓઢણી પહેરેલી ટ્રેડિશનલ લુકમાં નજર આવી રહી છે પરંતુ ખાસ વાત એ છે કે પ્રિયંકા કરવા ચોથના વ્રત સમયે ટ્રેક સૂટમાં જ નજર આવી. તેણે બસ માથા પર ઓઢણી લઈને પોતાના લુકને ટ્રેડિશનલ ટચ આપ્યુ. પતિ નિકે પ્રિયંકાને પાણી પીવડાવીને તેનું વ્રત ખોલાવ્યુ. વ્રત ખોલતી વખતે પ્રિયંકાની મમ્મી મધુ ચોપડા પુત્રી અને જમાઈને નિહાળતી રહી.
આ પણ વાંચો: હું ઉપવાસ તો નથી રાખતી પણ...: કરવા ચોથ પર સોનમ કપૂરે શેર કરી તસવીર, જુઓ શું કહ્યું
કરવા ચોથ સેલિબ્રેશનની તસવીરો શેર કરતાં પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું- 'જે પણ સેલિબ્રેટ કરી રહ્યાં છે તે તમામને હેપ્પી કરવા ચોથ. હા, હું ફિલ્મી છું.' નિક જે રીતે ઈન્ડિયન ફેસ્ટિવલ્સ અને પરંપરાઓને નિભાવે છે, તે જોઈને ચાહકો સુપર ઈમ્પ્રેસ થઈ રહ્યાં છે. પ્રિયંકાના ઘણા ચાહક નિકને ફેવરેટ જીજૂ કહી રહ્યાં છે.
ઉલ્લેખનીય છેકે પ્રિયંકા-નિકે 2018માં રાજસ્થાનના જોધપુરમાં ગ્રાન્ડ વેડિંગ કર્યા હતા. લગ્નના 6 વર્ષ બાદ પણ બંનેનો સંબંધ અતૂટ છે.