Get The App

એકટ્રેસ પ્રિયંકા ચોપરાએ અપકમિંગ ફિલ્મ'Paani'નું મોશન ટીઝર કર્યું શેર

Updated: Aug 20th, 2024


Google News
Google News

એકટ્રેસ પ્રિયંકા ચોપરાએ અપકમિંગ ફિલ્મ'Paani'નું મોશન ટીઝર કર્યું શેર 1 - imagePriyanka Chopra: બોલીવુડથી હોલીવુડ સુધી પોતાનું નામ પ્રસિદ્ધ કરનારી પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ મંગળવારે તેની મરાઠી ફિલ્મ ' Paani 'નું મોશન ટીઝર શેર કર્યું છે.

મળતી માહિતી પ્રમાણે, પ્રિયંકા ચોપરા 'Paani'માં એક્ટિંગ નહીં કરે પણ તે આ ફિલ્મ માટે નિર્માતા તરીકે કામ કરી રહી છે. નોંધનીય છે કે, આ પહેલા પ્રિયંકાએ વધુ બે મરાઠી ફિલ્મોનું નિર્માણ કાર્ય સંભાળ્યું હતું. હવે 'Paani' એકટ્રેસના પ્રોડક્શનમાં બનેલી ત્રીજી મરાઠી ફિલ્મ છે. આ ફિલ્મના નિર્દેશક આદિનાથ કોઠારે છે.

પ્રિયંકાએ તેના ઈન્સ્ટાગ્રામ પર PAANIનું મોશન ટીઝર શેર કરતા લખ્યુ કે, 'આ ખૂબ જ ખાસ છે. અમારી મરાઠી ફીચર ફિલ્મ PAANI 18મી ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. થિયેટરોમાં મળીશું.

ફિલ્મની સ્ટોરી

પાની ફિલ્મની સ્ટોરીની જો વાત કરીએ તો, આ ફિલ્મની સ્ટોરી ખૂબ જ પ્રેરણાદાયી અને રસપ્રદ છે. આ ફિલ્મ હનુમંત કેન્દ્રેના જીવન પર આધારિત છે. આ ફિલ્મ બતાવશે કે, કેવી રીતે હનુમંત કેન્દ્રે તેમના ગામની પાણીની સમસ્યાનો હલ કરી.

આ ફિલ્મમાં રજિત કપૂર, કિશોર કદમ, રૂચા વૈદ્ય, સુબોધ ભાવે, નીતિન દીક્ષિત જેવા કલાકારો છે. જેમાં શ્રીપાદ જોશી, સચિન ગોસ્વામી અને મોહનાબાઈ જેવા સ્ટાર્સ જોવા મળશે.

પ્રિયંકા ચોપરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો તેણે હાલમાં જ તેની હોલીવુડ ફિલ્મ 'ધ બ્લફ'નું શૂટિંગ પૂરું કર્યું છે. કાર્લ અર્બન અને ઈસ્માઈલ ક્રુઝ કોર્ડોવા પણ તેમાં જોવા મળશે. આ ફિલ્મ 18 ઓક્ટોબરના રોજ થિયેટરમાં રિલીઝ થશે.


Tags :
Priyanka-ChopraPaaniMarathi-Film-PaaniPaani-Release-Date

Google News
Google News