ક્રિશ ફોર માટે શ્રદ્ધા સાથે પ્રિયંકા ચોપરાને પણ ઓફર

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
ક્રિશ ફોર માટે શ્રદ્ધા સાથે પ્રિયંકા ચોપરાને પણ ઓફર 1 - image


- પ્રિયંકા અગાઉ ક્રિશ થ્રીમાં કામ કરી ચૂકી છે 

- શ્રદ્ધા અને હૃતિકનાં ઓનલાઈન ચેટિંગથી શ્રદ્ધાની પસંદગી કન્ફર્મ માનવામાં આવે છે

મુંબઇ : પ્રિયંકા ચોપરાને પણ હૃતિક સાથે 'ક્રિશ ફોર'ની ઓફર કરવામાં આવી હોવાનું કહેવાય છે. 

પ્રિયંકા અગાઉ 'ક્રિશ' તથા 'ક્રિશ થ્રી'માં કામ કરી ચુુકી છે. આ ઉપરાંત 'અગ્નિપથ'માં પણ તે હૃતિકની સાથે હતી. લગ્ન પછી અમેરિકા સેટ થઈ ગયેલી અને હોલીવૂડમાં પણ સક્રિય બનેલી પ્રિયંકા જોકે બોલીવૂડમાં પુનરાગમન કરશે કે કેમ તે અંગે અટકળો છે. 

'ક્રિશ ફોર'માં શ્રદ્ધા કપૂર પહેલેથી કન્ફર્મ મનાય છે. તાજેતરમાં હૃતિક અને શ્રદ્ધાનાં એક ઓનલાઈન ચેટિંગ પરથી આ બાબત કન્ફર્મ થઈ હતી. 

બોલીવૂડ સૂત્રોનું માનવું છે કે 'ક્રિશ'ના પાછલા ભાગોનાં રિમાઈન્ડર તરીકે પ્રિયંકાની કોઈ ભૂમિકા હોય તે બનવા જોગ છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મનું પ્રિ પ્રોડક્શન શરુ થઈ ગયું છે અને તે આવતાં વર્ષે ફલોર પર જાય તેવી સંભાવના છે. 


Google NewsGoogle News