પ્રિયંકા અને પરિણીતિ લગ્નના એકપણ ફોટામાં સાથે નહીં
- પરિણીતી માત્ર લગ્ન વિધિ સમયે હાજર રહી
- સિદ્ધાર્થના લગ્ન પ્રસંગે પરિણીતિ અને પ્રિયંકા વચ્ચેનો અણબનાવ સપાટી પર આવ્યો
મુંબઈ : પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થનાં લગ્ન પ્રસંગે એક પણ પ્રિ વેડિંગ વિધિ વખતે પરિણીતિ હાજર રહી ન હતી. તે પરથી બંને બહેનો વચ્ચે અણબનાવની વાત ચગી હતી. જોકે, બાદમાં છેક લગ્ન વિધિ વખતે પરિણીતિ તેના પતિ રાઘવ ચઢ્ઢા સાથે થોડા સમય માટે હાજર રહી હતી. જોકે, હવે ચકોર દર્શકોએ શોધી કાઢ્યું છે કે સોશિયલ મીડિયા પર જુદા જુદા લોકો દ્વારા મૂકાયેલા આ લગ્ન પ્રસંગની એક પણ તસવીરમાં પ્રિયંકા અને પરિણીતિ એક પણ વખત એક ફ્રેમમાં સાથે જોવા મળ્યાં નથી.
તે પરથી ચાહકો અટકળ લગાવી રહ્યા છે કે કદાચ પરિણીતિએ કૌટુંબિક ઔપચારિકતા ખાતર માત્ર લગ્નની રસમ વખતે હાજરી આપી હતી પરંતુ તે સિવાય હજુ પણ પ્રિયંકા ચોપરા સાથે તેનો અણબનાવ યથાવત છે. પ્રિયંકા તેનાં લગભગ તમામ સ્વજનો સાથે જુદા જુદા ફોટામાં દેખાય છે. બીજી તરફ પરિણીતિની માતા રીની ચોપરાએ મૂકેલા ફોટાઓમાં પણ ક્યાંય પરિણીતિ અને પ્રિયંકા સાથે દેખાતાં નથી.
પ્રિયંકા કે પરિણીતિએ એકબીજાની હાજરી વિશે કે એકમેકને મળ્યાં હોવા અંગે કોઈ પોસ્ટ પણ કરી નથી.