'Zinda Banda' ગીતના શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાને કહી હતી આ વાત: ફિલ્મ 'જવાન' અંગે અભિનેત્રી પ્રિયામણિનો મોટો ખુલાસો
Image Source: Twitter
મુંબઈ, તા. 11 સપ્ટેમ્બર 2023 સોમવાર
બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની તાજેતરની રિલીઝ ફિલ્મ જવાન ઓફિસ પર કમાણીના નવા ઈતિહાસ રચી રહી છે. એટલી કુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે લગભગ ચાર દિવસમાં 287.06 કરોડનું કલેક્શન કર્યું છે. બોક્સ ઓફિસ પર શાહરુખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિ સ્ટારર આ ફિલ્મને દર્શકો પાસેથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મની એક્ટ્રેસ પ્રિયામણિએ કિંગ ખાનને લઈને મોટો ખુલાસો કર્યો છે.
પ્રિયામણિએ ખુલાસો કર્યો કે તે જવાનને પોતાની ફિલ્મોગ્રાફીમાં સૌથી ઉપર રાખશે, કેમ કે આ તેમની પહેલી 200 કરોડ રૂપિયાની ફિલ્મ છે. હું ખૂબ ગર્વથી કહી શકુ છુ આ મારી પહેલી 200 કરોડની ફિલ્મ છે. હું ખૂબ ખુશ અને ઉત્સાહિત છુ કે આવી અદ્ભુત ફિલ્મનો ભાગ છુ, જેમાં મહિલાને વધુ પાવર આપવામાં આવી છે.
જવાનથી પહેલા શાહરૂખ ખાન અને પ્રિયામણિએ રોહિત શેટ્ટીની ચેન્નઈ એક્સપ્રેસમાં કામ કર્યું હતુ. પ્રિયામણિએ ડાન્સ નંબર '1 2 3 4 ગેટ ઓન ધ ડાન્સ ફ્લોર'ની સાથે બ્લોકબસ્ટર કોમેડીમાં એક કેમિયો કર્યો હતો. રોહિત શેટ્ટીની ફિલ્મમાં તેમની ઓન-સ્ક્રીન જોડીના વખાણ થયા અને ગીત ચાર્ટબસ્ટર રહ્યુ. પ્રિયામણિએ જણાવ્યુ કે જવાનના ગીત 'જિંદા બંદા'ના શૂટિંગ દરમિયાન કોરિયોગ્રાફરે તેમને શાહરૂખ ખાનની પાછળ રાખ્યા હતા પરંતુ શૂટિંગ પહેલા શાહરૂખ ખાને પોતાની ડાન્સ ટીચર પ્રિયામણિને પોતાની પાસે લઈને એક મોટુ પરિવર્તન કર્યું.
તેમણે કહ્યુ, અમે ગીતનું રિહર્સલ કરી રહ્યા હતા અને મને એસઆરકેની પાછળ ઊભી રાખવામાં આવી. તેમણે આજુબાજુ જોયુ, મને જોઈ અને તાત્કાલિક પૂછ્યુ 'તુમ મેરે પીછે ક્યા કર રહે હો'. મે કહ્યુ કે મને તમારી પાછળ રાખવામાં આવી છે. તેમણે મારો હાથ પકડ્યો અને મને પોતાની બાજુમાં ઊભી રાખી અને સોભી (પોલરાજ, કોરિયોગ્રાફર) અને એટલીને કહ્યુ, હું ઈચ્છુ છુ કે આ મારી બાજુમાં ઊભા હોય. મને કંઈ પડી નથી કે કોરિયોગ્રાફી શું છે. તે ચેન્નઈ એક્સપ્રેસથી મારા ડાન્સ ટીચર છે. જો હું ખોટો હોઈશ તો હું તેમને જોઈશ અને સ્ટેપ કરવાનું શીખીશ.
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની જવાનને ઓડિયન્સનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. એટલીની આ ફિલ્મમાં વિજય સેતુપતિ, નયનતારા, સાન્યા મલ્હોત્રા, સુનીલ ગ્રોવર જેવા શ્રેષ્ઠ કલાકાર પોતાની દમદાર એક્ટિંગથી ચાહકોનું દિલ જીતી રહ્યા છે. દીપિકા પાદુકોણ પણ કેમિયો રોલમાં નજર આવી રહી છે.