પ્રિયદર્શન હેરાફેરી થ્રીનું દિગ્દર્શન કરવા માટે તૈયાર
- સોશિયલમીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત
- પ્રિયદર્શને અક્ષય, પરેશ રાવલ, સુનિલ શેટ્ટી સાથે સંવાદ દ્વારા જાહેરાત કરી
મુંબઇ : પ્રિયદર્શને પોતે 'હેરાફેરી થ્રી'નું દિગ્દર્શન સંભાળવા તૈયાર હોવાનું જણાવ્યું છે. આ ફિલ્મની ચર્ચા છેલ્લાં બે વર્ષથી ચાલી રહી હતી પરંતુ તેનું દિગ્દર્શન કોણ કરશે તેની અસ્પષ્ટતા હતી. હવે પ્રિયદર્શને સંમતિ આપતાં સમગ્ર કાસ્ટ ખુશ થઈ ગઈ છે.
પ્રિયદર્શનને જન્મદિવસ નિમિત્તે અક્ષય કુમારે શુભેચ્છા પાઠવી હતી. તેના જવાબમાં પ્રિયદર્શને કહ્યું હતું કે આ શુભેચ્છાના બદલામાં હું તને એક ભેટ આપવા માંગુ છું. હું 'હેરા ફેરી ૩' કરવા માટે તૈયાર છું, શું તમે તૈયાર છો ? પ્રિયદર્શને આ પોસ્ટમાં સનીલ શેટ્ટી અને પરેશ રાવલને પણ ટેગ કર્યા હતા.
અક્ષયે વળતા ઉત્તરમાં લખ્યુ હતુ કે, તમારા જન્મદિવસે મને મારી જિંગીની સૌથી ઉત્તમ ભેટ્ટ મળી છે. ચાલો ફરી કરીએ હેરા ફેરી. પરેશ રાવલ અને સુનિલ શેટ્ટીએ પણ જવાબ આપી પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો.