Get The App

છાવા'એ ધૂમ મચાવી છે...: PM મોદીએ વિકી કૌશલની ફિલ્મના કર્યા વખાણ

Updated: Feb 22nd, 2025

GS TEAM


Google News
Google News
છાવા'એ ધૂમ મચાવી છે...: PM મોદીએ વિકી કૌશલની ફિલ્મના કર્યા વખાણ 1 - image


PM Narendra Modi Praises Film Chhaava: લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'છાવા' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં એક્ટર વિકી કૌશલ અને અક્ષય ખન્નાની દમદાર એક્ટિંગથી માત્ર દર્શકો જ નહીં પરંતુ હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થયા છે. આ ફિલ્મ મરાઠા સમાજના ગૌરવ છત્રપતિ શિવાજી મહારાજના બહાદુર પુત્ર સંભાજી મહારાજના જીવન પર બની છે. જેમણે મુઘલ સામ્રાજ્ય સામે લડાઈ લડી અને પોતાનું બલિદાન આપ્યું. એક તરફ જ્યાં લોકો વિક્કીની એક્ટિંગ જોઈને રડતા-રડતા થિયેટરમાંથી બહાર આવી રહ્યા છે, તો બીજી તરફ હવે પીએમ મોદીએ પણ ફિલ્મના વખાણ કર્યા છે. 

PM મોદીએ વિકી કૌશલની ફિલ્મ છાવાના કર્યા વખાણ

21 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ દરમિયાન તેમણે છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત વિકી કૌશલની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'છાવા'ના ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે, 'મહારાષ્ટ્ર અને મુંબઈ જ છે જેમણે મરાઠી ફિલ્મોની સાથે-સાથે હિન્દી સિનેમાને પણ નવી ઊંચાઈઓ આપી છે અને હાલમાં ફિલ્મ 'છાવા' તો ધૂમ મચાવી રહી છે. સંભાજી મહારાજની વીરતાનો પરિચય આ સ્વરૂપમાં શિવાજી સાવંતની મરાઠી નવલકથામાં કરાવવામાં આવ્યો છે.'

આ પણ વાંચો: 28 જાન માંડવે આવી અને આયોજકો ફરાર: રાજકોટમાં સમૂહ લગ્નમાં ભારે વિવાદ, કન્યાઓ રડી પડી

8 દિવસમાં કર્યું આટલું કલેક્શન

વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા' હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 'છાવા' વર્ષ 2025ની પહેલી ફિલ્મ છે જેણે 240 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આજે 'છાવા' રિલીઝ થયાને 8 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મે પહેલા દિવસે 31 કરોડ રૂપિયાની કમાણી કરી છે. Sacnilkના શરૂઆતના અહેવાલ પ્રમાણે 8મા દિવસે અત્યાર સુધીમાં ફિલ્મે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 23 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આવી સ્થિતિમાં હવે તેનું કુલ કલેક્શન 242.25 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

Tags :