ભૂલભૂલૈયા થ્રી રીલિઝ થાય તે પહેલાં ચોથા ભાગની તૈયારી
- કાર્તિક આર્યન ચોથા ભાગમાં પણ રિપીટ થશે
- ત્રીજો ભાગ હિટ થશે એમ માની તૈયારી શરુ, કાર્તિક સિવાયના કલાકારો હવે પછી નક્કી थશે
મુંબઇ : કાર્તિક આર્યનની 'ભૂલભૂલૈયા થ્રી' આગામી દિવાળીએ રીલિઝ થવાની છે પરંતુ તે પહેલાં જ નિર્માતા ટી સીરિઝ તથા દિગ્દર્શક અનીસ બાઝમીએ ચોથા ભાગની તૈયારી શરુ કરી દીધી છે.
ચોથા ભાગમાં હિરો તરીકે કાર્તિક આર્યનને જ રિપીટ કરવાનો નિર્ણય લેવાોય છે. પરંતુ બાકીની કાસ્ટ હવે પછી નક્કી થશે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના પહેલા ભાગમાં અક્ષય કુમાર હતો. બીજા ભાગમાં તેના સ્થાને કાર્તિક આર્યન ગોઠવાઈ ગયો હતો. તે પછી ત્રીજા ભાગમાં પણ કાર્તિક રિપિટ થયો હતો.
ફિલ્મના પહેલા ભાગમાં વિદ્યા બાલન હતી પણ બીજા ભાગમાં તેનો રોલ તબુએ કર્યો હતો. તબુએ ત્રીજા ભાગમાં કામ કરવાનો ઈનકાર કરી દીધા બાદ વિદ્યા બાલનની રી એન્ટ્રી થઈ હતી.
અગાઉ મનાતું હતું કે બીજા ભાગની હિરોઈન કિયારા અડવાણીને ત્રીજા ભાગમાંથી પડતી મૂકવામાં આવી છે. પરંતુ, છેલ્લા અહેવાલો અનુસાર ત્રીજા ભાગમાં તૃપ્તિ ડિમરી મુખ્ય હિરોઈન છે પરંતુ તેની સાથે કિયારા પણ દેખાવાની છે.