સંજય દત્તની હિટ ફિલ્મ વાસ્તવ ટુની તૈયારી
- 26 વરસ પછી મહેશ માંજરેકર આ ફિલ્મ માટે ફ્રેશ વાર્તા લખી છે
મુંબઇ : ૧૯૯૯માં સંજય દત્તની વાસ્તવ ફિલ્મ રૂપેરી પડદે હિટ ગઇ હતી. જેમાં અભિનેતાએ રઘુની ભૂમિકા ભજવી હતી. સંજોગોવશાત એક સામાન્ય યુવક ગેન્ગસ્ટર બની જતો હોય છે. તેના પર આધારિત હતી. હવે ૨૬ વરસ પછી મહેશ માંઝરેકર વાસ્તવ ટુની તૈયારી કરી રહ્યો છે.હાલ ફિલ્મના સ્ક્રીનપ્લે પર કામ ચાલીરહ્યું છે. જેનું નિર્માણ સુભાષ કાળે કરવાનો છે.
મહેશ માંજરેકરે જણાવ્યુ ંહતું કે, આ એક ફ્રેશ વાર્તા છે. આ એક ફ્રેન્ચાઇજી ફિલ્મ છે, એટલે કે મૂળ વાર્તાનો વિસ્તાર નથી. તેણે પોતાનો આઇડિયા સંજય દત્તને જણાવ્યો છે જે અભિનેતાને પસંદ પડયો છે. સંજય દત્ત પણ ફરી રઘુનો રોલ નિભાવવા માટે રોમાંચિત છે.
જો સઘળું યોજનાનુસાર રહેશે તો, વાસ્તર ટુ ઇન્ડિયા સિનેમાની સૌથી જબરદસ્ત ગેન્ગસ્ટર ફિલ્મોમાંની એક બનશે તેવી આશા મહેશ માંઝરેકર અને સંજય દત્તને છે. ફિલ્મસર્જક જોકે આ વખતે ફિલ્મમાં યંગ કલાકારોમાંથી એકને વાસ્તવ ટુમાં સામેલ કરવા માંગે છે. તેમને વિશ્વાસ છે કે, સીકવલના જુના ટચ સાથે નવો ટચ ખાસ અપીલ આપશે.
ઉલ્લેખનીય છે કે, સંજય દત્ત અને મહેશ માંઝરેકરે ભૂતકાળમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાં કુરુક્ષેત્ર, હથિયાર, પિતા ,વિરુદ્ધ અને વાહ લાઇફ હો તો ઐસી સામેલ છે.