કોમેડી ફ્રેન્ચાઈઝી 'ધમાલ'ના ચોથા ભાગની તૈયારી શરુ
- ફરી અજય દેવગણ જ મુખ્ય ભૂમિકામાં હશે
- ઈન્દ્ર કુમાર ઈરાનીએ સ્ક્રિપ્ટ પર કામ શરુ કર્યું, આવતાં વર્ષે શૂટિંગ શરુ થસે
મુંબઇ : કોમેડી ફ્રેન્ચાઈઝી 'ધમાલ'નો ચોથો ભાગ બનાવવાનો નિર્ણય લઈ લેવાયો છે. આ ફિલ્મમાં પણ અજય દેવગણ જ મુખ્ય ભૂમિકામાં હશે.
અત્યાર સુધીમાં આ ફ્રેન્ચાઈઝીની 'ધમાલ', 'ડબલ ધમાલ' અને 'ટોટલ ધમાલ' એમ ત્રણ ફ્રેન્ચાઈઝી આવી ચુકી છે. છેલ્લી 'ટોટલ ધમાલ'ની કમાણી તો ૧૫૦ કરોડ રુપિયાની થઈ હતી.
દિગ્દર્શક ઈન્દ્રકુમારની ટીમ હાલ સ્ક્રિપ્ટને ફાઇનલ કરવામાં વ્યસ્ત છે. આ પછી અજય દેવગણને નેરેશન આપવામાં આવશે અને જો બધુ સમુસૂથરુ પાર પડશે તો ફિલ્મના શૂટિંગ માટે અજય દેવગણની તારીખો મળવવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વરસે શરૂ થાય તેવી શક્યતા છે. ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટ હવે પછી નક્કી થશે.