પ્રીતિ ઝિન્ટા લાહોર 1947 ફિલ્મથી કમબેક કરશે
- ફિલ્મનો પ્રોડયૂસર આમિર, હીરો સની દેઓલ
- અમેરિકા સેટલ થયા બાદ વર્ષોથી ગાયબ પ્રીતિએ આ ફિલ્મ માટે લૂક ટેસ્ટ આપ્યો
મુંબઇ : પ્રીતિ ઝન્ટા આશરે છ વર્ષ બાદ બોલીવૂડમાં પુનરાગમન કરશે. તેણે સની દેઓલ અભિનિત ફિલ્મ 'લાહોર ૧૯૪૭' માટે લૂક ટેસ્ટ આપ્યો છે.
આ ફિલ્મનું નિર્માણ આમિર ખાન કરી રહ્યો છે. ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર સંતોષી છે.
પ્રીતિએ છેલ્લે ૨૦૧૮માં 'ભાઈજી સુપરહિટ' ફિલ્મમાં કામ કર્યું હતું.
સાંયોગિક રીતે આ ફિલ્મમાં સની દેઓલ તેનો સહકલાકાર હતો. હવે સની દેઓલની જ ફિલ્મ દ્વારા તે ફરી કારકિર્દીનો નવો તબક્કો શરુ કરી રહી છે.
તે જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યા બાદ લોસ એન્જલિસમાં સેટલ થઈ ગઈ હતી અને તેનો બોલીવૂડ સાથે ખાસ નાતો રહ્યો ન હતો.
જોકે, ગયાં વર્ષે ઓટીટી પર આવેલી સીરીઝ 'ધી નાઈટ મેનેજર' પ્રીતિનાં પ્રોડક્શન હાઉસે જ બનાવી હતી.
થોડા સમય પહેલાં પ્રીતિએ મુંબઈમાં પ્રોપર્ટી ખરીદી હતી. તે પરથી તે બોલીવૂડમાં પુનરાગમનની તૈયારી કરી રહી હોવાની અટકળોને વેગ મળ્યો હતો.
હવે પ્રીતિએ 'લાહોર ૧૯૪૭' માટે લૂક ટેસ્ટ આપતાં તેનું પુનરાગમન કન્ફર્મ મનાય છે.