અભિનેત્રી પ્રિટી ઝિન્ટાને માનદ ડોક્ટરેટ અપાશે
- બર્મિધમ સિટી યૂમિવર્સિટી દ્વારા સન્માન
- પ્રિટીને સામાજિક તથા મનોરંજનના ક્ષેત્રે પ્રદાન માટે માનદ પદવી આપવાનો નિર્ણય
મુંબઇ : પ્રિટી ઝિન્ટાન બર્મિંગમ સિટી યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ અપાશે. સામાજિક ઉપરાંત મનોરંજનના ક્ષેત્રમાં તેના પ્રદાનની નોંધ લઈ આ સન્માન અપાશે.
બર્મિંઘમમાં પ્રિટીને દિવાળી ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે પણ આમંત્રણ અપાયું છે.
પ્રિટીએ આ બહુમાન અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીની માનદ પદવી ખરેખર બહુ મોટું બહુમાન છે અને હું તેને મારું સૌભાગ્ય સમજું છું. ત્યાં દિવાળીનું પ્રકાશ પર્વ મનાવવા માટે હું આતુર છું.
ર્મિધમના મેયરે કહ્યુ હતુ કે, પ્રિટી ઝિન્ટાનું સન્માન કરતાં અમને બહુ ખુશી થઇ રહી છે. તેની બોલીવૂડ પ્રત્યેની મહેનત અનેે તેના વ્યવસાય પ્રત્યેના યોગદાન માટે અમે તેને સમ્માનિત કરી રહ્યા છીએ.
પ્રિટી લગ્ન પછી લોસ એન્જલિસ સ્થાયી થઈ ગઈ હતી. જોકે,તેણે તાજેતરમાં મુંબઈના પાલી હિલમાં ૧૭ કરોડ રુપિયાનો ફલેટ લઈ પોતે ફરી બોલીવૂડમાં પુનરાગમન કરવા ઈચ્છે છે તેવો સંકેત આપ્યો છે. તેણે સાઉથની એક ફિલ્મ પણ સ્વીકારી હોવાનું કહેવાય છે.