Get The App

સની દેઓલની આ ફિલ્મથી પ્રીતિ ઝિંટા કમબેક કરે તેવી અટકળો

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
સની દેઓલની આ ફિલ્મથી પ્રીતિ ઝિંટા કમબેક કરે તેવી અટકળો 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 25 જાન્યુઆરી 2024 ગુરૂવાર

સની દેઓલ બોલીવુડના મોસ્ટ ટેલેન્ટેડ એક્ટર્સ પૈકીના એક છે. સનીની વર્ષ 2023માં આવેલી ફિલ્મ ગદર 2 બ્લોકબસ્ટર રહી હતી. એક્ટર હાલ પોતાની આ ફિલ્મની ગ્રાન્ડ સક્સેસને ખૂબ એન્જોય કરી રહ્યા છે. આ સાથે જ એક્ટર પોતાની વધુ એક મોસ્ટ અવેટેડ ફિલ્મ લાહોર: 1947 ને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મને આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા કો-પ્રોડ્યૂસ કરવામાં આવશે. આ લાહોર: 1947થી બોલીવુડની એક સુંદર એક્ટ્રેસ કમબેક કરી શકે છે. 

સની દેઓલની ફિલ્મથી પ્રીતિ ઝિંટા કરી શકે છે કમબેક

રિપોર્ટ અનુસાર પ્રીતિ ઝિંટાને 24 જાન્યુઆરીએ મુંબઈના એક સ્ટુડિયોની બહાર નીકળતા જોવામાં આવી. જ્યાં તે લુક ટેસ્ટ માટે ગઈ હતી. મળતી માહિતી અનુસાર અભિનેત્રીએ સની દેઓલની અપકમિંગ ફિલ્મ લાહોર: 1947 માટે પોતાનો લુક ટેસ્ટ આપ્યો હતો. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે આ ફિલ્મની સાથે એક્ટ્રેસ સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી શકે છે. હાલ ચાહકો પ્રીતિને સનીની ફિલ્મમાં જોવા માટે એક્સાઈટેડ થઈ ગયા છે.

સની અને પ્રીતિની જોડી ઘણી ફિલ્મોમાં આવી ચૂકી છે નજર

પ્રીતિ ઝિંટા અને સની દેઓલની જોડી પહેલા પણ ઘણી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે. બંનેએ હીરો: લવ સ્ટોરી ઓફ ધ સ્પાય, ફર્જ અને ભૈયાજી સુપરહિટ જેવી ઘણી યાદગાર ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. સની દેઓલે ગયા વર્ષે ગદર 2થી પોતાની શાનદાર વાપસી કરી, ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર હિટ રહી. પરિણામે આમિર ખાને તેમને લાહોર 1947 ઓફર કરી. 

લાહોર: 1947નું શૂટિંગ ક્યારથી શરૂ થશે?

રિપોર્ટ અનુસાર આરએસ પ્રસન્ના નિર્દેશિત સિતારે જમીન પર આમિર ખાનના દિલની નજીક છે અને તેમણે એક એવી સ્ક્રિપ્ટ તૈયાર કરવા માટે પોતાનુ બેસ્ટ આપ્યુ છે જે દર્શકોને યોગ્ય ભાવનાત્મક રૂપથી પ્રભાવિત કરશે. આમિર સિતારે જમીન પર શો ને લીડ કરી રહ્યા છે તો તેમનુ પ્રોડક્શન, લાહોર: 1947 નું શૂટિંગ પણ ફેબ્રુઆરીમાં શરૂ કરી રહ્યુ છે. રિપોર્ટ અનુસાર લાહોર: 1947 રાજકુમાર સંતોષી દ્વારા લેખિત એક પાર્ટિશિયમ ડ્રામા છે જેમાં સની દેઓલ લીડ રોલમાં નજર આવશે. ફિલ્મ 12 ફેબ્રુઆરી 2024 ને ફ્લોર પર આવશે. યુગને ફરીથી રીક્રિએટ કરવા માટે મુંબઈમાં સેટનું કામ શરૂ થઈ ચૂક્યુ છે. વિભાજન યુગના આસપાસને ભારતને ફરીથી બનાવવા માટે ઘણા સેટ લગાવવા જઈ રહ્યા છે.


Google NewsGoogle News