PHOTOS : રાજ બબ્બરના દીકરાએ લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ અભિનેત્રી સાથે કર્યા લગ્ન
Prateik Babbar Wedding: દિવંગત અભિનેત્રી સ્મિતા પાટિલ અને રાજ બબ્બરનો પુત્ર પ્રતિક બબ્બર ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. પ્રતિકે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેના અવસર પર તેની ગર્લફ્રેન્ડ પ્રિયા બેનર્જી સાથે બીજા લગ્ન કર્યા. લગ્ન બાદ આ કપલની પહેલી તસવીરો પણ સામે આવી છે.
પ્રતિક અને પ્રિયાના લગ્નની તસવીરો થઇ વાયરલ
પ્રતિક અને પ્રિયાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકોમાં ચર્ચાનો વિષય બની છે. આ તસવીરોમાં કપલ ઓફ-વ્હાઈટ કલરના વેડિંગ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. બ્રાઈડલ લુકની વાત કરીએ તો, પ્રિયાએ થ્રેડ અને પર્લ વર્કથી બનેલી સાડી પહેરી હતી, જેની સાથે તેણે એમરલ્ડમાં હેવી ચોકર નેકલેસ પહેર્યો હતો. જ્યારે પ્રતિકે સફેદ રંગની શેરવાની પહેરી હતી. મેચિંગ પાઘડી બાંધી હતી.
સ્મિતા પાટીલના ઘરે કર્યા લગ્ન
પ્રતિકે આ લગ્ન તેની સ્વર્ગસ્થ માતા સ્મિતા પાટીલના ઘરે કર્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે અભિનેતાના પિતા રાજ બબ્બર અને તેમના સમગ્ર પરિવારને લગ્નમાં આમંત્રણ પણ આપ્યું ન હતું.
રાજ બબ્બર અને પરિવારને આમંત્રણ નહિ
પ્રતિક અને પ્રિયાએ તેમના લગ્નમાં રાજ બબ્બર અને પરિવારને આમંત્રણ આપ્યું ન હતું. આ વાતનો ખુલાસો પ્રતિકના સાવકા ભાઈ આર્ય બબ્બરે કર્યો.
આર્યાએ આ બાબતે વાત કરતા કહ્યું કે, 'અમારા બબ્બર પરિવારને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. મને ખરેખર લાગે છે કે અમે એકબીજાની ખૂબ નજીક છીએ. મને સમજાતું નથી કે આ બધું કેવી રીતે થયું. હું માનું છું કે કોઈએ તેના મન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે.'
આ બાબતે આર્યાએ વધુમાં કહ્યું કે, 'મારી માતાએ જ આ ડીસફંકશનલ કુટુંબને ફંકશનલ બનાવ્યું છે. જો તમે મારી મમ્મીને બોલાવવા માંગતા ન હોય તો ઠીક છે પણ પિતાને બોલાવો.'
આ પણ વાંચો: ફિલ્મ રિવ્યૂ: 'છાવા'માં છવાયો વિક્કી કૌશલ, ઔરંગઝેબે આપેલી યાતનાઓનું હૃદયદ્રાવક ચિત્રણ
પ્રતિકે પ્રિયા સાથે 2023 કરી હતી સગાઇ
પ્રથમ પત્ની સાન્યા સાગરથી અલગ થયા બાદ પ્રતિકે પ્રિયા બેનર્જી સાથે સંબંધ બાંધ્યો. બંનેએ 2023માં તેમના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી હતી અને તે જ વર્ષે સગાઇ પણ કરી લીધી હતી.