પ્રતીક ગાંધી, વિદ્યા બાલનની ફિલ્મનું ટાઈટલ દો ઔર દો પ્યાર
- રીલીઝના બે મહિના પહેલાં ટાઈટલ જાહેર
- ફિલ્મના અન્ય કલાકારોમાં ઈલિયાના ડી ક્રઝ અનેે સેંથિલ રામમૂર્તિ પણ સામેલ
મુંબઈ : બહુ લાંબા સમય પછી વિદ્યા બાલનની નવી ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મમાં તેના સહકલાકાર તરીકે પ્રતીક ગાંધી, ઈલિયાના ડી ક્રૂઝ અને સેંથિલ રામમૂર્તિ હશે. આ ફિલ્મનું ટાઈટલ 'દો ઔર દો પાંચ' હોવાનું જાહેર કરાયું છે.
ફિલ્મ આગામી માર્ચમાં જાહેર થવાની છે. તેના બે મહિના પહેલાં જ નિર્માતાએ ટાઈટલની ઘોષણા કરી છે. ટાઈટલ તથા પોસ્ટરના આધરે ફિલ્મ રોમાન્ટિક કોમેડી હોવાનું મનાઈ રહ્યું છે.
વિદ્યા બાલન છેલ્લે ફિલ્મ 'નિયત'માં દેખાઈ હતી. જોકે, એ ફિલ્મ ખાસ ચાલી ન હતી. વિદ્યા છેલ્લા કેટલાય સમયથી બોલીવૂડમાં મોટાપાયે પુનરાગમન કરવા મથે છે. જોકે, હાલમાં તેને 'ભૂલભૂલૈયા થ્રી'માં મંજુલિકાનો રોલ ઓફર કરાયો હોવાનું કહેવાય છે.
ઇલિયાના તાજેતરમાં જ એક પુત્રની માતા બની છે અને તે પુત્ર તથા પાર્ટનર સાથે હાલ અમેરિકામાં સમય પસાર કરી રહી છે.