પ્રકાશ રાજને ફ્રેકચર થતા સર્જરી કરાવવી પડશે
- અભિનેતાએ પોતાને માટે પ્રશંસકોને દુઆ કરવાની વિનંતી કરી
મુંબઇ : પ્રકાશ રાજ બોલીવૂડમાં જાણીતું નામ છે. મોટા ભાગે તેણે વિલનના રોલ ભજવીને દર્શકોના દિલમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. હાલમાં પ્રકાશ રાજનો એક નાનો અકસ્માત થઇ જતા તેમને ફ્રેકચર થઇ ગયું છે. હવે તેમની સર્જરી કરવી પડશે. તેમની સર્જરી હૈદરાબાદમાં કરવામાં આવશે. જોકે આ કોઇ ગંભીર સર્જરી ન હોવાથી ચિંતા ન કરવાનું પણ તેમણે કહ્યું છે.
પ્રકાશ રાજે ટ્વીટ કરીને શેર કર્યું હતું કે, પડી જવાને કારણે એક નાનકડું ફ્રેકચર થઇ ગયું છે. હું મારા ડોકટર મિત્ર પાસે ગુરુવારે ઇલાજ કરાવા માટે હૈદરાબાદ જવાનો છું. કોઇ ગંભીર સ્થિતિ ન હોવાથી ચિંતા કરવાની જરૂર નથી. બસ, તમે લોકો મને તમારી દુઆમાં યાદ રાખશો.
પ્રકાશ રાજ બોલીવૂડની ફિલ્મોમાં વિલનના રોલમાં જોવા મળ્યો છે.તેણે સિંઘમ, વોન્ટેડ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.