Get The App

મેં સ્ક્રીન પર એટલીવાર લગ્ન કર્યા કે કંટાળી ગઇ, 36 વર્ષની જાણીતી અભિનેત્રી હજુ 'કુંવારી'

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
Prachi Desai


Prachi Desai: ટીવી શો 'કસમ સે' એ પ્રાચી દેસાઈને દરેક ઘરમાં લોકપ્રિયતા અપાવી છે. અભિનેત્રીએ ફિલ્મ 'રોક ઓન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ અભિનેત્રીએ 'બોલ બચ્ચન'થી લઈને જ 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ' જેવી ફિલ્મો કરી હતી. 

બોલ બચ્ચનના સેટ પર રોહિત અને પ્રાચીની નિકટતા વધી હતી

12 સપ્ટેમ્બર 1988ના રોજ સુરતમાં જન્મેલી પ્રાચી 36 વર્ષની છે, પરંતુ તેણે લગ્ન કર્યા નથી. એક સમયે પરિણીત રોહિત શેટ્ટી સાથે તેના અફેરની વાતો ચાલી રહી હતી.

બોલ બચ્ચનના સેટ પર રોહિત અને પ્રાચીની નિકટતા વધી ગઈ હતી. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બંનેએ સાથે રહેવાનું શરૂ કરી દીધું હતું પરંતુ પછી તેઓ અલગ થઈ ગયા. 

પ્રાચીને પ્રેમમાં મળ્યો છે દગો 

એક મેગેઝિન સાથે વાતચીતમાં પ્રાચીએ કહ્યું હતું કે, 'મને પ્રેમમાં દગો મળ્યો છે. હું જેને પ્રેમ કરતી હતી તેની પાછળ વિદેશ પણ ગઈ હતી. તેણે મને કહ્યું હતું કે હું ખાસ દેશમાં જઈ રહ્યો છું. આથી તેને સરપ્રાઈઝ આપવા હું પણ ત્યાં પહોંચી ગઈ. પરંતુ જયારે હું ત્યાં પહોંચી તો મને ખબર પડી કે તે ખોટું બોલી રહ્યો છે. તે એ જગ્યાએ હતો જ નહી.' 

આ પણ વાંચો: ટિકિટના ભાવ અંગે વિવાદ! કરણ જોહર અને મલ્ટીપ્લેક્સ એસોસિએશન વચ્ચે શાબ્દિક યુદ્ધ

આ બાબતે પ્રાચીએ કહ્યું કે, 'મેં આ વાત પર કોઈ ડ્રામા ન કરતા તેને સાયલન્ટ રીતે ટ્રીટ કરવાનું યોગ્ય સમજ્યું હતું. હું આ જ રીતે દરેક બાબતનો સામનો કરું છું.'

આ છે લગ્ન બાબતે પ્રાચીના વિચાર

એક અન્ય ઈન્ટરવ્યૂમાં પ્રાચીએ લગ્ન વિશે વાત કરી હતી કે, 'મે સ્ક્રીન પર એટલીવાર લગ્ન કર્યા છે કે મને લાગે છે કે હું તેનાથી કંટાળી ગઈ છું.' અભિનેત્રીએ કહ્યું કે, 'જ્યારે મારા મિત્રો મને કહે છે કે તેમના માતા-પિતા લગ્નની જીદ કરે છે તો મને અજીબ લાગે છે. કારણ કે મારા માતા-પિતા ક્યારેય આવું કરતા નથી. હું મારી શરતો પર જીવું છું, મને સ્વતંત્રતા ગમે છે અને હું લગ્ન માટે મારી સ્વતંત્રતા છોડી શકતી નથી. પછી ભલે લગ્નમાં થોડા વધુ સમય પછી જ થાય.'  

મેં સ્ક્રીન પર એટલીવાર લગ્ન કર્યા કે કંટાળી ગઇ, 36 વર્ષની જાણીતી અભિનેત્રી હજુ 'કુંવારી' 2 - image


Google NewsGoogle News