પ્રભાસની સ્પિરિટ ફિલ્મનું શૂટિંગ આગામી મે માસથી શરુ થશે
મુંબઈ : પ્રભાસ આગામી મે માસથી તેની નવી ફિલ્મ 'સ્પિરિટ'નું શૂટિંગ શરુ કરી દેશે. 'એનિમલ' તથા 'કબીર સિંઘ' જેવી ફિલ્મોના સર્જક સંદીપ રેડ્ડી વાંગા આ ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મનું પ્રિ પ્રોડક્શન પૂર્ણતાને આરે છે. સંદિપ રેડ્ડી વાંગા સ્ક્રિપ્ટને ફાઈનલ ટચ પણ આપી ચૂક્યા છે.
ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં શરુ થવાનું છે. જોકે, તે પછી ભારત ઉપરાંત વિદેશનાં કેટલાંક લોકેશન્સ પર પણ શૂટિંગ આગળ વધશે.
સંદિપ રેડ્ડી વાંગા આ ફિલ્મનું નિર્માણ પૂર્ણ થયા બાદ 'એનિમલ'ની સીકવલ 'એનિમલ પાર્ક'નું શૂટિંગ રણબીર કપૂર સાથે શરુ કરશે.