પ્રભાસ આગામી ફિલ્મમાં ફૌજીના રોલમાં જોવા મળશે

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
પ્રભાસ આગામી ફિલ્મમાં ફૌજીના રોલમાં જોવા મળશે 1 - image


- જે સ્વતંત્રતા સેનાની પર આધારિત હશે

મુંબઇ : સાઉથનો સુપર સ્ટાર પ્રભાસ આગામી ફિલ્મમાં  ફૌજીના રોલમાં જોવા મળવના છે. એક રિપોર્ટ અનુસાર, ૨૨ ઓગસ્ટના એક ગ્રાન્ડ ઇવેન્ટમાં ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. ફિલ્મ પ્રી-ઇન્ડિપેડન્સ એરાના સેટમાં બનવાની છે. દિગ્દર્શક હનુ રાઘવપડી એક ફૌજીના દિલને સ્પર્શનારી લવસ્ટોરી બનાવાનો છે. આ ફિલ્મ સાથેસાથે સુભાષ ચંદ્પે બોઝના સમયને પણ દર્શાવશે. જે આઝાદ હિંદ ફૌજના ફાઉન્ડર હતા. ફિલ્મમાં પ્રભાસ ફૌજમાં કામ કરતો જોવા મળશે. 

રિપોર્ટમા ંએમ પણ જણાવામાં આવ્યું છે કે, પ્રભાસે પોતાને સોલ્જરના રૂપમાં ટ્રાન્સફોર્મ કરવાનું શરૂ કરી દીધું છે. આ પછી જ તે ફિલ્મ ફૌજીના સેટને જોઇન કરશે. ફિલ્મમાં અભિનેત્રીના રોલ વિશે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ મૃણાલ ઠાકુર અને રશ્મિકા મંદાનાનું નામ સામે આવી રહ્યું છે. 

આ પીરિયડ ડ્રામાનું મ્યૂઝક વિશાલ ચંદ્રશેખર કમ્પોજ કરશે. આ ફિલ્મને ૨૦૨૫ના અંત સુધીમાં રિલીઝ કરવામાં આવશે. 

Prabhas

Google NewsGoogle News