Get The App

'પ્રભાસ કલ્કી ફિલ્મમાં જોકર લાગી રહ્યો હતો..', જાણીતા બોલિવૂડ અભિનેતાના નિવેદનથી હોબાળો

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News

'પ્રભાસ કલ્કી ફિલ્મમાં જોકર લાગી રહ્યો હતો..', જાણીતા બોલિવૂડ અભિનેતાના નિવેદનથી હોબાળો 1 - image

Image: Facebook

Arshad Warsi: પ્રભાસ સ્ટારર 'કલ્કિ 2898 એડી' આ વર્ષની સૌથી સફળ અને મોટી ફિલ્મો પૈકીની એક રહી, જે ટૂંક સમયમાં જ ઓટીટી પર પણ પ્રીમિયર થવાની છે. નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી આ બ્લોકબસ્ટરમાં પ્રભાસની સાથે દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટની જેવા સ્ટાર્સે કામ કર્યું હતું. ફિલ્મે બૉક્સ ઑફિસ પર છપ્પરફાડ કમાણી કરી અને દર્શકોએ ખૂબ પસંદ કરી પરંતુ અરશદ વારસીને આ ફિલ્મ પસંદ આવી નથી અને તાજેતરમાં જ તેણે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વિશે વાત કરી. 

અરશદ વારસીથી નારાજ થયા સાઉથ સેલેબ્સ

અરશદ વારસી દ્વારા પ્રભાસના 'કલ્કિ 2898 એડી'ના પાત્ર 'ભૈરવ'ની તુલના 'જોકર' સાથે કરવા પર તેલુગુ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સે નારાજગી વ્યક્ત કરી છે. તેલુગુ એક્ટર સુધીર બાબુએ એક્સ પર આ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી અને અરશદ વારસી પર રોષ ઠાલવ્યો. પ્રભાસની તુલના 'જોકર' સાથે કરવા પર સુધીર બાબુએ અરશદ વારસીના વિચારને નાનો ગણાવ્યો.

અરશદ વારસીથી નારાજ સુધીર બાબુ

સુધીર બાબુએ અરશદ વારસીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં એક પોસ્ટ કરી, જેમાં તેમણે લખ્યું- 'અરશદ વારસીમાં સહેજ પણ પ્રોફેશનલિઝમ નથી. કન્સ્ટ્રક્ટલી ક્રિટિસાઇઝ કરવાનું સમજાય છે પરંતુ કોઈકને સારું-ખરાબ કહેવું ક્યારેય યોગ્ય નથી. અરશદ વારસી પાસે ક્યારેય પ્રોફેશનલિઝમની આશા નહોતી પરંતુ નાના મગજથી આવતાં કમેન્ટ્સ માટે પ્રભાસનું કદ ખૂબ ઊંચું છે.'

અરશદ વારસી પર ભડક્યા અજય ભૂપતિ

સુધીર બાબુ સિવાય આરએક્સ 100ના ડાયરેક્ટર અજય ભૂપતિએ પણ અરશદ વારસીના નિવેદનની આકરી ટીકા કરી. તેમણે આની પર પ્રતિક્રિયા આપતાં કહ્યું- 'પ્રભાસ તે સ્ટાર છે જે ભારતીય સિનેમાને વિશ્વભરમાં ઓળખ અપાવવા માટે કંઈ પણ કરી શકે છે. તેણે ઇન્ડસ્ટ્રીને પોતાનું બધું જ આપ્યું છે. તે આપણા દેશનું ગૌરવ છે. અમે તમારી આંખોમાં ઇર્ષ્યા જોઈ શકીએ છીએ કેમ કે તમને ભુલાવી દેવાયા છે અને તમારી તરફ કોઈ જોતું નથી. પોતાના વિચારને વ્યક્ત કરવાની એક મર્યાદા હોય છે. લાગે છે, તમે જે તેના વિશે કહ્યું, તે તમે પોતે છો.'

અરશદ વારસીએ શું કહ્યું હતું?

અરશદ વારસીએ એક શો માં કહ્યું હતું- 'મે કલ્કિ 2898 એડી જોઈ અને મને આ સારી લાગી નહીં. મને ખૂબ તકલીફ થાય છે જ્યારે...! અમિતજી અવિશ્વસનીય હતા. હું સમજી શકતો નથી. તેમની પાસે જે પાવર છે તે મળી જાય તો લાઇફ બની જાય. તે અવિશ્વસનીય છે. પ્રભાસ, હુ હકીકતમાં ખૂબ દુ:ખી છું, તે કેમ... તે જોકર જેવો લાગી રહ્યો હતો, કેમ? હું એક મેડ મેક્સ જોવા માગતો હતો. હુ ત્યાં મેલ ગિબ્સનને જોવા માગતો હતો. તમે તેને શું બનાવી દીધો યાર, શા માટે આવું કરો છો મને સમજમાં આવતું નથી.'


Google NewsGoogle News