રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'એનિમલ' નું ધાંસૂ પોસ્ટર અને રિલીઝ ડેટ જાહેર

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'એનિમલ' નું ધાંસૂ પોસ્ટર અને રિલીઝ ડેટ જાહેર 1 - image


                                                            Image Source: Twitter

મુંબઈ, તા. 18 સપ્ટેમ્બર 2023 સોમવાર

બોલીવુડ એક્ટર રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ એનિમલ ઘણા લાંબા સમયથી રિલીઝને લઈને ચર્ચામાં છે. ઘણી વખત મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટને લંબાવી છે. એનિમલની રાહ જોઈ રહેલા દર્શકો માટે એક મોટી ખબર સામે આવી છે.

એનિમલની રિલીઝ ડેટ જાહેર

આખરે ફિલ્મના મેકર્સે તેની રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. ફિલ્મ આ વર્ષના અંતે એટલે કે 1 ડિસેમ્બરે દુનિયામાં રિલીઝ થવા માટે તૈયાર છે. 28 સપ્ટેમ્બરે ફિલ્મનું ટીઝર જારી કરી દેવામાં આવશે. સંદી રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 5 ભાષાઓમાં રિલીઝ થશે. ફિલ્મ હિંદી સિવાય તેલુગુ, કન્નડ, મલયાલમ અને તમિલમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં રણબીર કપૂર પોતાના અત્યાર સુધીના સૌથી અલગ પાત્રમાં જોવા મળવાના છે.

ફિલ્મમાં રણબીર કપૂરનો ખૂંખાર લુક

ફિલ્મમાં રણબીર કપૂર સિવાય રશ્મિકા મંદાના, અનિલ કપૂર, બોબી દેઓલ જેવા શાનદાર એક્ટર્સ મહત્વના રોલમાં નજર આવશે. આ ફિલ્મ દ્વારા રણબીર કપૂર અને રશ્મિકા મંદાના પહેલી વખત એક સાથે મોટા પડદે નજર આવવાના છે. દરમિયાન ચાહકો આ નવી જોડીને જોવા માટે ખૂબ ઉત્સાહિત છે. અમુક દિવસ પહેલા મેકર્સે ચાહકોના ઉત્સાહ બમણો કરવા માટે ફિલ્મનું પ્રી-ટીઝર રિલીઝ કર્યું હતુ. 

આ પ્રી-ટીઝર વીડિયોમાં રણબીરનો એક ખૂંખાર અવતાર જોવા મળ્યો હતો. તેમનો આ ડરામણો લુક ચાહકોને ખૂબ પસંદ આવ્યો. વીડિયોમાં રણબીર એક-એક કરીને પોતાના દુશ્મનોને કુહાડીથી મારતો નજર આવ્યો હતો.  


Google NewsGoogle News