ઐશ્વર્યા અને ધનુષ વચ્ચે સમજૂતીની શક્યતા ટળી, છૂટાછેડા નિશ્ચિત
મુંબઇ : ધનુષ અને ઐશ્વર્યાના છૂટાછેડાના કેસનો કાયદેસર નિકાલ તા. ૨૭મી નવેમ્બરે થવાની સંભાવના છે. આ સાથે જ બંને વચ્ચે સમાધાનની કોઈ પણ શક્યતા હવે ટળી ચૂકી છે
ચેન્નઇની કોર્ટમાં અગાઉ ત્રણ વખત કોર્ટમાં કેસની તારીખ આવી હતી પરંતુ બન્ને જણા ધનુષ અને ઐશ્વર્યા હાજર રહ્યા નહોતા. તેના કારણે બંને વચ્ચે સમાધાનના પ્રયાસ ચાલી રહ્યા હોવાની વાત ફેલાઈ હતી.
પરંતુ ગુરુવારે ઐશ્વર્યા કોર્ટમા હાજર થઇ હતી અને ન્યાયાધીશે ૨૭ નવેમ્બરની નવી તારીખ તેમને આપી છે. હવે ૨૭ નવેમ્બરના રોજ અદાલત આખરી ફેંસલો આપી દેશે તેવી સંભાવના છે.
૨૦૨૨ની ૧૭ જાન્યુઆરીના રોજ ધનુષે સોશિયલ મીડિયા પર સેપરેશનની ઘોષણા કરી હતી. તેણે જણાવ્યુ ંહતુ ંકે, ૧૮ વરસના લગ્નજીવન પછી અમારા લગ્નજીવનનો અંત આવે છે. અમારા બન્નેના રસ્તાઓ હવે અલગ થઇ ગયા છે. ઐશ્વર્યાએ પણ સોશ્યલ મીડિયા પર આવી જ પોસ્ટ શેર કરી હતી. ઐશ્વર્યા અને ધનૂષે ૨૦૦૪માં લગ્ન કર્યા હતાં. તેમને સંતાનોમાં બે પુત્રનો સમાવેશ થાય છે.