30 વર્ષ જૂની સાડી પહેરી જાણીતી અભિનેત્રીએ લગ્ન કર્યા હતા, સાઉથ ઈન્ડસ્ટ્રીમાં લોકો છે દિવાના!
Image Source: Instagram
Keerthy Suresh Wedding Saree: સાઉથની લોકપ્રિય અભિનેત્રી કીર્તિ સુરેશ માટે 2024નું વર્ષ ખૂબ જ અદ્ભુત રહ્યું છે, કારણ કે, તેણે આ વર્ષમાં પોતાના બાળપણના મિત્ર એન્ટની થાટિલ સાથે લગ્ન કર્યા અને બોલિવૂડમાં પણ ડેબ્યુ કર્યું છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના વેડિંગ ડ્રેસ વિશે એક ખાસ વાત જણાવી હતી. એક્ટ્રેસે જણાવ્યું કે, મેં મારા લગ્નમાં 30 વર્ષ જૂની સાડી પહેરી હતી.
કીર્તિ સુરેશે તાજેતરમાં જ 12 ડિસેમ્બર 2024ના રોજ ગોવામાં એક ભવ્ય સમારોહમાં એન્ટની થાટિલ સાથે લગ્ન કર્યા હતા. એન્ટની લગ્નમાં પરંપરાગત ધોતી-કુર્તામાં મોહક લાગી રહ્યો હતો, જ્યારે કીર્તિ લાલ સાડીમાં સુંદર દેખાઈ રહી હતી.
લાલ સાડી મારી માતાની હતી
અભિનેત્રીએ જણાવ્યું કે, મેં મારા લગ્નના દિવસે પહેરેલી સુંદર લાલ સાડી મારી માતાની હતી, જે મારા માટે અમૂલ્ય વારસો હતી. ક્લાસિક સાડીને આધુનિક રૂપ આપવા માટે પ્રખ્યાત ડિઝાઈનર અનિતા ડોંગરે દ્વારા તેને રી-ડિઝાઈન કરાઈ હતી. ડિઝાઈનરે ડ્રેસ પર સિલ્વર અને રેડ કલરનું મિશ્રણ વાપર્યું હતું.
આ પણ વાંચો: સોનુ સૂદે સલમાન ખાનને ના પાડી દીધી હતી, દબંગ-2માં છેદીના ભાઈનો રોલ પસંદ જ નહોતો!
લાલ સાડી પહેરવાનો મારો નિર્ણય એકદમ સરળ હતો
ઈન્ટરવ્યુમાં કીર્તિએ ખુલાસો કર્યો કે, લાલ સાડી પહેરવાનો મારો નિર્ણય એકદમ સરળ હતો. શરૂઆતમાં મેં વરપક્ષ તરફથી ભેટમાં આપેલી સાડી પહેરવાનું આયોજન કર્યું હતું. પરંતુ બાદમાં જ્યારે મારી માતાની અલમારીમાં જોયું તો મારી નજર અદ્ભૂત લાલ સાડી પર પડી અને હું તરત જ તેના પ્રેમમાં પડી ગઈ અને ત્યારબાદ આ સાડી પહેરવાનું નક્કી કર્યું.