'હું જીવિત છું', પૂનમ પાંડેએ શેર કર્યો વીડિયો, કહ્યું- સર્વાઇકલ કેન્સરે મારો જીવ નથી લીધો
પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર તેનો એક વીડિયો પર શેર કર્યો
Poonam Pandey death : પોતાની બોલ્ડનેસ માટે જાણીતી અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેના મૃત્યુના સમાચારે લોકોને ચોંકાવી દીધા હતા. હાલમાં જ એ વાત સામે આવી છે કે એક્ટ્રેસનું સર્વાઈકલ કેન્સરથી નિધન થયું હતું. પરંતુ હવે એ વાત સામે આવી છે કે પૂનમ પાંડે જીવિત છે.
પૂનમ પાંડેએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો
પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર તેનો એક વીડિયો પર શેર કર્યો છે. આમાં તે સંપૂર્ણ સ્વસ્થ બેઠેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ કહ્યું, 'હું જીવિત છું. સર્વાઇકલ કેન્સરે મારો જીવ લીધો નથી. કમનસીબે, સર્વાઇકલ કેન્સર સામેની લડાઈમાં જીવ ગુમાવનાર હજારો મહિલાઓ માટે હું આવું કહી શક્તી નથી. હું તેના વિશે કંઇ કરી શકી નહીં, કારણ કે મને કંઇ ખબર જ ન હતી. હું તમને અહીં જણાવવા માંગુ છું કે અન્ય કોઈપણ કેન્સરથી વિપરીત, સર્વાઇકલ કેન્સરને હરાવવું શક્ય છે. તમારે ફક્ત તમારા પરીક્ષણો કરાવવા પડશે અને HPV રસી મેળવવી પડશે.
આ બધું સર્વાઈવલ કન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે કર્યું : પૂનમ પાંડે
પૂનમ પાંડેનો વીડિયો જાહેર થયા બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. અભિનેત્રીને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર પોતાની મૃત્યુનું ખોટું નાટક રચવા બદલ માફી માંગી છે. પૂનમે તેની એજન્સી HAUTERRFLYના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલા વિડિયોમાં, ચાહકો અને સોશિયલ મીડિયા યૂઝર્સઓની માફી માંગતી વખતે, પૂનમ પાંડે કહી રહી છે કે તેણે આ બધું સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે કર્યું છે.