સોનાક્ષીના લગ્ન પહેલા પૂનમ ઢિલ્લોને ઝહીરને આપી ચેતવણી, કહ્યું- 'યાદ રાખજે...'
Sonakshi Sinha And Zaheer Iqbal Marriage: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારથી જ સોનાક્ષી સતત ચર્ચામાં છે. જો કે હજી સુધી સોનાક્ષી કે ઝહીરે પોતાના લગ્નના સમાચારની પુષ્ઠી કરી નથી. પરંતુ કેવું કહેવાય રહ્યું છે કે કપલ 23 જુનના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. તેઓ એકબીજાને લગભગ સાત વર્ષથી ડેટ કરી રહ્યા છે. હાલમાં જ બંનેનો એક ઓડિયો વાયરલ થયો હતો. જેમાં બંને પોતાના લગ્નમાં મહેમાનોને આમંત્રણ આપતા જોવા મળ્યા હતા. પીઢ અભિનેત્રી પૂનમ ઢિલ્લોને પણ સોનાક્ષી-ઝહીરના લગ્નની પુષ્ટિ કરી છે. અને જણાવ્યું છે કે તેમને સોનાક્ષી-ઝહીરના લગ્નનું આમંત્રણ મળી ગયું છે, જે ખૂબ જ સુંદર છે.
સોનાક્ષી-ઝહીરના લગ્નને લઈને પૂનમ ઢીલ્લોએ શું કહ્યું?
પૂનમ ઢિલ્લોને એક મીડિયા ઇન્ટરવ્યૂ આપતા સોનાક્ષી-ઝહીરના લગ્નના સમાચરની પુષ્ટિ કરી હતી. અભિનેત્રીએ કહ્યું, 'હું સોનાક્ષીને શુભકામનાઓ પાઠવું છું. તેણે ખૂબ જ સુંદર આમંત્રણ આપ્યું છે. તે નાની છોકરી હતી ત્યારથી હું તેને ઓળખું છું. મેં તેની પૂરી સફર જોઈ છે. હું તેમની ખુશીઓ માટે ઈશ્વરને પ્રાથના કરીશ'.
ઝહીર માટે પૂનમનો સંદેશ
એક મીડિયા ઇન્ટરવ્યૂમાં પૂનમે ઝહીરને ચેતવણી આપતા કહ્યું હતું કે, 'મહેરબાની કરીને તેને ખુશ રાખજે, યાદ રાખજે કે તે ખૂબ જ પ્રેમાળ છોકરી છે. અમારા બધા માટે તે ખૂબ કિંમતી છે'. સોનાક્ષી સિંહ અને ઝહીર ઇકબાલના લગ્નની આમંત્રણ પત્રિકા ઓનલાઈન વાયરલ થયા બાદ શત્રુઘ્ન સિન્હાએ પોતાની પુત્રીના લગ્નના દિવસ વિશે ખુલાસો કર્યો હતો. મીડિયા સાથે ઇન્ટરવ્યૂ આપતા કહ્યું હતું કે, 'જો મારી દીકરી લગ્ન કરી રહી છે, તો મારું સમર્થન અને આશીર્વાદ તેની સાથે છે. હું તેના દરેક નિર્ણયમાં તેની સાથે છું. તે જેને પણ પોતાનો જીવનસાથી બનાવશે, તેના માટે એ શ્રેષ્ટ હશે. મારી દીકરીના લગ્ન માટે હું સૌથી ખુશ છું '.
સોનાક્ષી-ઝહીરના લગ્નનું વેડિંગ કાર્ડ ઓનલાઈન વાયરલ થયું
સોશિયલ મીડિયા પર સોનાક્ષી-ઝહીરના લગ્નનું વેડિંગ કાર્ડ લીક થયું હતું. ઓડિયોની શરૂઆત સોનાક્ષીના અભિવાદનથી થાય છે. જેમાં તે કહે છે, ' અમારા તમામ ટેક સેવી જાસૂસ મિત્રો અને પરિવારજનોને નમસ્કાર. આ પેજ સુધી પહોચવામાં સફળ થયેલા બધાને નમસ્કાર'. ઝહીરે કહ્યું, 'અમે સાત વર્ષથી સાથે છીએ. ઘણી બધી ખુશીઓ પ્રેમ અને જીવનનો રોમાંચ અમને આ ક્ષણ સુધી લાવ્યા છે. હવે એકબીજાના ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ રિલેશનશીપને કાયમી પતિ-પત્ની રૂપે પરિવર્તિત કરવાનો સમય છે. આ ઉત્સવ તમારા વગર અધુરો રહેશે. તેથી 23મી જૂને તમે જે પણ કાર્ય કરવાના કરો છો તે છોડી દો અને અમારી સાથે પાર્ટી કરવા પહોંચી જશો'.