પૂજા ભટ્ટે આપી સ્પેશિયલ ગિફ્ટ, જોઈને એલ્વિશ યાદવ થઈ ગયો ઈમ્પ્રેસ

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
પૂજા ભટ્ટે આપી સ્પેશિયલ ગિફ્ટ, જોઈને એલ્વિશ યાદવ થઈ ગયો ઈમ્પ્રેસ 1 - image


નવી મુંબઇ,તા. 16 સપ્ટેમ્બર 2023, શનિવાર

સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ ઓટીટીની સીઝન 2ના વિજેતા એલ્વિશ યાદવની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે.સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરનું નસીબ ચમક્યું છે. તેને સોંગ આલ્બમથી લઈને ફિલ્મોની ઓફર મળી રહી છે.

એલ્વિશ યાદવ થોડા દિવસ પહેલા જ દુબઇમાં પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરીને રિર્ટન આવ્યા છે. જે બાદ તે મુંબઇ આવીને બિગ બોસની પાર્ટી માણવા માટે ગયા હતા. આ પાર્ટીમાં ઘણા બિગ બોસ કન્ટેસ્ટેંટ આવ્યા હતા. જોકે, પાર્ટીમાં જતા પહેલાં એલ્વિશને જાણ થઇ કે,અભિષેક મલ્હાર, મનીષા રાની અને જીયા શંકર પાર્ટીમાં નથી આવવાના. પાર્ટીમાં ગયા બાદ એલ્વિશ પુજા ભટ્ટ,બેબિકા, અવિનાશ સચદેવ અને ફલક નાજ સાથે પાર્ટી ઇન્જોય કરે છે. 

પૂજાનું સ્પેશ્યલ ગિફ્ટ

એલ્વિશ પાર્ટી પુરી કરીને પાછો આવે છે,ત્યારે તે એક બ્લોકમાં કહે છેકે,પાર્ટીમાં ઓછા લોકો આવ્યા હતા, જોકે, જે આવ્યા હતા તે પણ જલ્દી જતા રહ્યાં જેથી મળવાનુ થયુ નહી. આ વચ્ચે એલ્વિશ કહે છે કે, પુજાએ મને એક ગિફ્ટ આપી છે. આ ગિફ્ટ બોક્સમાં એક શિવલિંગ હતુ જે જોઇને એલ્વિશ કહે છે, આ શિવલિંગને હું મંદિરમાં મુકીશ.

પૂજા ભટ્ટે આપી સ્પેશિયલ ગિફ્ટ, જોઈને એલ્વિશ યાદવ થઈ ગયો ઈમ્પ્રેસ 2 - image

મહત્વનું છે કે, શો દરમિયાન એલ્વિશને પુજા ભટ્ટને પસંદ કરતો હતો. જોકે, શો ની શરૂઆત માં તે પુજાને પસંદ નહોતો કરતો. શો માં ધીરે ધીરે બંનેની મિત્રતા આગળ વધી હતી.

પૂજા ભટ્ટે બહાર આવીને એક ઇન્ટરવ્યુહમાં કહ્યું કે, “એલ્વિશને મેં કહ્યું છેકે, જ્યારે તમે 40 વર્ષના થઇ જાઓ ત્યારે મને મળજો, ખબર નહીં હું ત્યારે રહીશ કે નહી, પરંતૂ હું મળવા જરુર ઇચ્છીશ. એલ્વિશ ઘણો સમજદાર છે અને તેની જીતથી હું ખુશ છું.” 


Google NewsGoogle News