Ponniyin Selvan 1નું ટ્રેલર રીલિઝ, ફરી એકવાર માણો મણિરત્નમ, રહમાન અને ઐશ્વર્યાનો જાદુ
- આ ફિલ્મ 30 સપ્ટેમ્બરના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે
નવી દિલ્હી, તા. 07 સપ્ટેમ્બર 2022, બુધવાર
મણિ રત્નમની બિગ બજેટ ફિલ્મ પોન્નિયન સેલ્વન પાર્ટ 1નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મ દ્વારા ફરી એક વખત મણિ રત્નમનું એ આર રહમાન અને એશ્વર્યા રાય બચ્ચન સાથે રીયુનિયન થયું છે. કલ્કિ કૃષ્ણમૂર્તિની ઐતિહાસિક ફિલ્મ પોન્નિયન સેલવન ભારતના ઈતિહાસમાં સૌથી મહાન સામ્રાજ્ય ચોલ સમ્રાજ્યની કહાની બતાવે છે. ટ્રેલરની શરૂઆત આકાશમાંથી આવતાં એક ધૂમકેતૂના દ્રશ્યોની સાથે થાય છે અને તે શાહી રક્તના બલિદાન માટે કહે છે. ત્યારબાદ પાત્રોને ઈન્ટ્રોડ્યૂઝ કરવામાં આવે છે. ચિયાન વિક્રમ અદિતા કરિકલનનું પાત્ર ભજવી રહ્યા છે. જયમ રવિ, અરુણમોજી વર્મન અને કાર્તિ વંતિયાથેવનનું પાત્ર ભજવી રહ્યા છે.
આ ત્રણેય એકદમ રોયલ લાઈફ જીવે છે, સીક્રેટ મિશન પર જાય છે અને બીજા રાજ્યોની રાણીઓ સાથે મુલાકાત કરે છે. જેમાં તૃષા કૃષ્ણન પણ સામેલ છે જે ફિલ્મમાં કુંદાવીનું પાત્ર ભજવી રહી છે.
એશ્વર્યા રાયનો જલવો
ટ્રેલરમાં સૌથી મોટી હાઈલાઈટ છે તે એશ્વર્યા રાય બચ્ચન છે જે ફિલ્મમાં રાની નંદિનીનું પાત્ર ભજવી રહી છે. એશ્વર્યા નંદિનીના રૂપમાં એક ખુબસૂરત અને બહાદુર રાણીના રૂપમાં નજર આવી રહી છે.
એશ્વર્યા આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. તે રાણી નંદિની અને મંદાકિની દેવીનું પાત્ર ભજવશે. આ ઉપરાંત સોભિતા ધૂલિપાલા પણ ફિલ્મનો હિસ્સો છે. તે મણિર ત્નમના અખિલ ભારતીય પ્રોજેક્ટમાં એક વિનોદી અને નમ્ર રાણી વનથીની ભૂમિકા ભજવી રહી છે.
આ ફિલ્મ દ્વારા એશ્વર્યા અને વિક્રમ ફિલ્મ રાવણ બાદ બીજી વખત સાથે કામ કરી રહ્યા છે. બીજી તરફ મણિ રત્નમ સાથે એશ્વર્યાની આ ચોથી ફિલ્મ છે. આ અગાઉ તે તેમની ફિલ્મ ઈરુવર, ગુરુ અને રાવણમાં કામ કરી ચૂકી છે.
આ ફિલ્મ 30 સપ્ટેમ્બરના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.